બાલાચડી રોડ પર આવેલા વોટર રિસોર્ટમાં દુર્ઘટના, 14 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત



બાલાચડી રોડ પર આવેલા વોટર રિસોર્ટમાં દુર્ઘટના, 14 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત



Jamnagar News: જામનગરમાં બાલાચડી રોડ સ્થિત વોટર રિસોર્ટમાં ગત દિવસે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. પરિવાર સાથે ફરવા ગયેલા 14 વર્ષીય આરવ સોમકરનું પાણીમાં ન્હાતી વેળા અચાનક ડૂબવાથી મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, આરવ સોમકર રિસોર્ટમાં સ્વિમિંગ દરમિયાન અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રિસોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળકને બચાવી શકાયો નહોતો.
આ દુર્ઘટનાથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિક લોકો પણ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના બાદ બાલાચડી રોડ સ્થિત વેલકમ વોટર રિસોર્ટમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને દુર્ઘટનાની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.




