
DyCM Harsh Sanghavi: કવાંટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. રોમાંચક મુકાબલામાં મોડેલ સ્કૂલ પુનિયાવાડની ટીમે જીત મેળવી હતી.

DyCM Harsh Sanghavi: હર્ષ સંઘવી સાથે વોલીબોલ રમવા આદિવાસી વિસ્તારના ખેલાડીઓ ઉત્સાહિત છે. કોચે મોટા સ્ટેડિયમ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની આશા વ્યક્ત કરી.

Hafeshwar Harsh Sanghavi : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના હાફેશ્વરની ડુંગર તળેટીમાં આદિવાસી સમાજના યુવાનો સાથે વિશેષ સંવાદ કર્યો હતો.

Tourism and Development Projects : જિલ્લાના કવાંટ તાલુકાના હાડેશ્વર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવાસન અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.

Chhota Udepur: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર પ્રવાસના પ્રથમ દિવસે કવાંટ ખાતે ભાજપના સિનિયર કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી ગ્રામીણ સ્તરે સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓ માટે સક્રિય થવા આહ્વાન કર્યું.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે કવાંટ તાલુકાની સૈડીવાસણ ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં APMC માર્કેટ યાર્ડ પાછળ આવેલી ડમ્પિંગ સાઈટ પર કચરો સળગાવવાની ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Gujarat Rain Update: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેર સહિત મધ્ય ગુજરાત,...

છોટાઉદેપુર: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર, કવાંટ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન કાશીરામ પટેલે ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા સંરક્ષણ દિવાલ અને મજૂર કલ્યાણ કેન્દ્ર હોલના બિલ મંજૂર કરવા બદલ 5...

ગાંધીનગર: મધ્ય ગુજરાત ક્ષેત્ર માટે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC), જે 29 અને 30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાશે, તે માત્ર ઔદ્યોગિક અને આર્થિક વિકાસને જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પણ વૈશ્વિક મંચ આપશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "વિકસિત ભારત@2047" અને "વોકલ ફોર લોકલ"ના વિઝનને અનુરૂપ, મધ્ય ગુજરાતના વિવિધ GI-ટેગ ધરાવતા ઉત્પાદનો...

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદનમાં આજે અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. નાયબ કલેકટરની ચેમ્બરમાં લાગેલી આગના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા, જ્યારે આગમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો સળગી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ-ઝોઝ માર્ગ પર આવેલા રેલવે ગરનાળાના સાઇડમાં લગાવવામાં આવેલી લોખંડી એંગલ તૂટી જતાં પુલના એક ભાગને નુકસાન પહોંચ્યું છે. ભારે વાહનોની સતત અવરજવરના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા છે. ઘટનાના પગલે વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે, જ્યારે ગ્રામજનોએ તાત્કાલિક સમારકામ અને સુરક્ષાના પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.

નસવાડી ખાતે અશ્વિન નદીના કિનારે આવેલા દલિત અને આદિવાસી સમાજના સ્મશાન ઘાટ જવાના રસ્તાને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. ભંગારના વેપારી દ્વારા રસ્તા પર મોટા પ્રમાણમાં ભંગારના ઢગલા નાખી દેવાતા મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

Chhota Udepur News: છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન મંજુલાબેન છત્રસિંહ રાઠવાનો અનુસૂચિત જનજાતિનો (ST) જાતિનો દાખલો સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યો છે.

Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે રાજકીય વિવાદ અને હોબાળો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમના ત્રણ સભ્યોને તાલુકા પંચાયત કેમ્પસમાંથી “ઉઠાવી જવામાં” આવ્યા હતા, જેના વિરોધમાં AAPએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ ઘટના બાદ પરિવારજનો અને કાર્યકરોએ પોલીસ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.