Chhota Udepur: બોડેલીમાં ડમ્પિંગ સાઈટ પર કચરો સળગાવવાથી ઝેરી ધુમાડો, રહીશોનું આરોગ્ય જોખમમાં


bodeli dumping site garbage burning
Chhota Udepur: બોડેલીમાં ડમ્પિંગ સાઈટ પર કચરો સળગાવવાથી ઝેરી ધુમાડો, રહીશોનું આરોગ્ય જોખમમાં


bodeli dumping site garbage burning
Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં APMC માર્કેટ યાર્ડ પાછળ આવેલી ડમ્પિંગ સાઈટ પર કચરો સળગાવવાની ઘટનાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડમ્પિંગ સાઈટમાંથી નીકળતો ગાઢ ધુમાડો આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાતો હોવાના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા રોજિંદી બની ગઈ છે અને નાના બાળકો, મહિલાઓ તથા વૃદ્ધોના આરોગ્ય પર તેની અસર થઈ રહી છે.
આરોગ્ય સમસ્યાઓનો ભય રહેતો હોવાથી રહીશો ચિંતિત
કચરો સળગાવવાથી હવામાં ફેલાતા ધુમાડા અને ઝેરી તત્ત્વો શ્વસનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. શ્વાસની તકલીફ, અસ્થમા તેમજ અન્ય આરોગ્ય સમસ્યાઓનો ભય રહેતો હોવાથી રહીશો ચિંતિત છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આ ધુમાડાથી વધુ જોખમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે બોડેલી નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ધુમાડો ઓલવવા માટે બે ફાયર ફાઈટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. કચરો સળગાવવાની પ્રવૃત્તિ સતત ચાલુ રહેતા નાગરિકોમાં તંત્ર સામે નારાજગી વધી રહી છે.
નગરપાલિકા શું પગલા ભરશે?
રહીશોએ ડમ્પિંગ સાઈટ પર કચરો સળગાવવાનું તાત્કાલિક બંધ કરાવવા, આગ લાગવાના કારણોની તપાસ કરવા, કચરાના વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થા ઊભી કરવા તેમજ આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તાની તપાસ કરાવવાની માગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા નાગરિકોના આરોગ્ય સાથે જોડાયેલા આ પ્રશ્ને ક્યારે ગંભીર પગલાં ભરે છે.
આ પણ વાંચો: Ahmedabad Fire: નિર્ણયનગર અંડરપાસ પાસે આગની ઘટના, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો




