Get News Alerts

Never miss breaking news updates.

બોડેલી તાલુકા સેવાસદનમાં આગ લાગતા અફરાતફરી, નાયબ કલેકટરની ચેમ્બરમાં આગ ભભૂકી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદનમાં આજે અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. નાયબ કલેકટરની ચેમ્બરમાં લાગેલી આગના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા, જ્યારે આગમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો સળગી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 04 Jun 2026 03:41 PM IST
બોડેલી તાલુકા સેવાસદનમાં આગ લાગતા અફરાતફરી, નાયબ કલેકટરની ચેમ્બરમાં આગ ભભૂકીબોડેલી તાલુકા સેવાસદનમાં આગ લાગતા અફરાતફરી, નાયબ કલેકટરની ચેમ્બરમાં આગ ભભૂકી

છોટાઉદેપુર:છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવાસદનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. નાયબ કલેકટરની ચેમ્બરમાં આગ ભભૂકતા સમગ્ર બિલ્ડિંગમાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ચેમ્બરમાં લગાવવામાં આવેલા એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ચેમ્બરમાં રહેલા જરૂરી દસ્તાવેજો પણ સળગી ગયા હોવાની આશંકા છે.

ઘટનાની જાણ થતા જ અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે.

બોડેલી ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે.

હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આગના કારણે થયેલા નુકસાન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.