Harsh Sanghavi Visit Chhota Udepur: DyCM હર્ષ સંઘવીની કવાંટમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક, આગામી ચૂંટણીઓ માટે સંગઠન મજબૂત બનાવવા આહ્વાન


DyCMની ભાજપના કાર્યકરો સાથે બેઠક
Harsh Sanghavi Visit Chhota Udepur: DyCM હર્ષ સંઘવીની કવાંટમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક, આગામી ચૂંટણીઓ માટે સંગઠન મજબૂત બનાવવા આહ્વાન


DyCMની ભાજપના કાર્યકરો સાથે બેઠક
Harsh Sanghavi Visit Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પદાધિકારીઓ અને સંનિષ્ઠ કાર્યકરો સાથે વિશેષ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા કાર્યકરોને સક્રિય થવા આહ્વાન કર્યું હતું.

કાર્યકરોને વિશેષ આયોજન સાથે કામગીરી કરવા સૂચનો આપ્યા
બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ બૂથવાર સંગઠનની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. દરેક બૂથ પર ભાજપનો જનાધાર વધુ વ્યાપક બને અને સંગઠનની પકડ મજબૂત થાય તે માટે કાર્યકરોને વિશેષ આયોજન સાથે કામગીરી કરવા સૂચનો આપ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગ્રામીણ સ્તરે સંગઠનને વધુ સુદૃઢ બનાવવું આગામી ચૂંટણીની તૈયારી માટે મહત્વપૂર્ણ છે. પક્ષના તમામ કાર્યકરોએ એકજૂથ થઈને લોકો સુધી પહોંચવું જોઈએ અને સંગઠનની કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવવી જોઈએ. આગામી ચૂંટણીઓમાં ભાજપનું ઐતિહાસિક પ્રદર્શન થાય તે માટે સૌએ પૂરી તાકાતથી કામ કરવા તેમણે અપીલ કરી હતી.

ભાજપના સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ
આ ઉપરાંત ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓના પરિણામોનું સકારાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અગાઉની ચૂંટણીમાં મળેલી સફળતા અને અનુભવના આધારે આગામી ચૂંટણીની રણનીતિ વધુ અસરકારક બનાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં વિધાનસભાના પ્રભારી, મંડલ પ્રભારી, મંડલ પ્રમુખો, મહામંત્રીઓ સહિત સંગઠનના અન્ય અગ્રણી હોદ્દેદારો અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને નાગરિકો સાથે સંવાદ કરી રહ્યા છે. કવાંટ ખાતેની આ બેઠકને આગામી ચૂંટણી પહેલાં ભાજપના સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.




