ફોટો ગેલેરી

DyCM Harsh Sanghavi: હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કવાંટ ખાતે વોલીબોલ સ્પર્ધા યોજાઈ, પુનિયાવાડની ટીમે મારી બાજી

DyCM Harsh Sanghavi: કવાંટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. રોમાંચક મુકાબલામાં મોડેલ સ્કૂલ પુનિયાવાડની ટીમે જીત મેળવી હતી.
Nancy Shukal
Nancy Shukal
1 / 5
Gallery Image 1

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી યુવા રમતવીરોને પ્રોત્સાહન આપવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુખ્ય ઉપસ્થિતિમાં કવાંટ ખાતે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પણ ટ્રાયલ મેચમાં ભાગ લઈને યુવા આદિવાસી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

2 / 5
Gallery Image 2

ગાયત્રી મંદિર પાસે આવેલી શ્રી હરસિદ્ધિ વિદ્યામંદિર હાઈસ્કૂલના મેદાનમાં એકલવ્ય મોડેલ સ્કૂલ, કવાંટ અને મોડેલ સ્કૂલ, પુનિયાવાડ, છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ વચ્ચે વોલીબોલ મેચ રમાઈ હતી.

3 / 5
Gallery Image 3

બંને ટીમો વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં કુલ ત્રણ રાઉન્ડ યોજાયા હતા. પ્રથમ રાઉન્ડમાં કવાંટની ટીમે બાજી મારી હતી, જ્યારે બીજા રાઉન્ડમાં પુનિયાવાડની ટીમે જીત મેળવી હતી. ત્યારબાદ ફાઈનલ રાઉન્ડમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. અંતે મોડેલ સ્કૂલ, પુનિયાવાડના રમતવીરોએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.

4 / 5
Gallery Image 4

મેચ પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બંને ટીમના ખેલાડીઓને શ્રેષ્ઠ રમત પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પદ્મશ્રી પરેશભાઈ રાઠવાની પુત્રી કાજલ રાઠવાએ પોતે બનાવેલું વારલી પેઈન્ટિંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ભેટરૂપે અર્પણ કર્યું હતું.

5 / 5
Gallery Image 5

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ ડૉ. મુકેશ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ સહિત સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વોલીબોલ મેચનો આનંદ માણ્યો હતો.

AUTHOR
Nancy Shukal

Nancy Shukal

Nancy Shukal is a digital journalist with experience since 2022, specializing in sports journalism and content creation. She currently works as Chief Sub Editor at Growth Now News, where she oversees news content and editorial quality. With a strong passion for sports, she focuses on delivering accurate, engaging, and timely sports coverage.