Tourism and Development Projects : હાફેશ્વરમાં પ્રવાસન વિકાસને વેગ આપવાની દિશામાં હર્ષ સંઘવીનું સ્થળ નિરીક્ષણ

Tourism and Development Projects : જિલ્લાના કવાંટ તાલુકાના હાડેશ્વર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવાસન અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.
Vivek Shah
Vivek Shah
Tourism and Development Projects પ્રાકૃતિક ખેતી પ્રવાસન વિકાસ પર ચર્ચાTourism and Development Projects પ્રાકૃતિક ખેતી પ્રવાસન વિકાસ પર ચર્ચા

Tourism and Development Projects પ્રાકૃતિક ખેતી પ્રવાસન વિકાસ પર ચર્ચા

Tourism and Development Projects : આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિ અને સ્થળની સ્થિતિની સમીક્ષા કરી હતી. હર્ષ સંઘવીએ હાડેશ્વર ખાતે જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમના ટુરિઝમ રિસેપ્શન કાઉન્ટર ફેઝ-1 અને ફેઝ-2 તેમજ રેવા ઇકો ટુરિઝમ સાઇટ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રોજેક્ટ્સનો હેતુ વિસ્તારના પ્રવાસન વિકાસને પ્રોત્સાહન આપવા અને અહીં આવતા પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ નર્મદા નદીમાં બોટિંગ કરીને વિવિધ સ્થળોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બોટિંગ દરમિયાન તેમણે પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું અને વિકાસકાર્યો અંગે માહિતી મેળવી હતી.

સોલર પંપથી ખેતીમાં થયેલા ફાયદા જાણ્યા

આ પ્રસંગે તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રોજેક્ટ્સના અમલીકરણ, પ્રવાસીઓ માટેની સુવિધાઓ અને સ્થળના વિકાસને ધ્યાનમાં રાખીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.

હાફેશ્વર અને આસપાસના વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં આ પ્રોજેક્ટ્સ મહત્વપૂર્ણ બની શકે છે. જેટી પ્રોજેક્ટ દ્વારા નદી આધારિત પ્રવાસન પ્રવૃત્તિઓને સુવિધા મળી શકે છે, જ્યારે ટુરિઝમ રિસેપ્શન કાઉન્ટરના બંને તબક્કાઓ પ્રવાસીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં ઉપયોગી બની શકે છે.

DyCM ને વિકાસ આયોજનની માહિતી અપાઈ

રેવા ઇકો ટુરિઝમ સાઇટ પ્રોજેક્ટ પણ વિસ્તારના કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સંભાવનાઓને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વ ધરાવે છે. નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા. હાફેશ્વરમાં ચાલી રહેલા આ પ્રવાસન પ્રોજેક્ટ્સ દ્વારા ભવિષ્યમાં વિસ્તારની પ્રવાસન ઓળખ વધુ મજબૂત બને અને પ્રવાસીઓને સુવિધાઓ મળે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : ચોથો શનિવાર હોવા છતાં ગુજરાતની સરકારી કચેરીઓ ચાલુ, રાજ્ય સરકારે રજા કરી રદ