ફોટો ગેલેરી

DyCM હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે કવાંટ તાલુકાની સૈડીવાસણ ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
1 / 5
Gallery Image 1

આ પ્રસંગે તેમણે ભગવાન બિરસા મુંડાના સાહસ, શૌર્ય અને બલિદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના પ્રવાસે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૈડીવાસણ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવન અને સંઘર્ષને યાદ કર્યો હતો.

2 / 5
Gallery Image 2

ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક તરીકે ઓળખાય છે. તેમણે આદિવાસી સમાજના હક અને અધિકારો માટે અંગ્રેજ શાસન સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી. તેમના અદમ્ય સાહસ, સંઘર્ષ અને બલિદાનને આજે પણ સમગ્ર દેશ યાદ કરે છે.

3 / 5
Gallery Image 3

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન બિરસા મુંડાના યોગદાનને સ્મરણ કરી આદિવાસી સમાજના ગૌરવશાળી ઈતિહાસને નમન કર્યું હતું.

4 / 5
Gallery Image 4

ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે.

5 / 5
Gallery Image 5

આ પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકો, કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાના છે. નાયબ મુખ્યમંત્રીના આ પ્રવાસને પગલે જિલ્લામાં રાજકીય અને સામાજિક સ્તરે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

AUTHOR
Kunjan Shukal

Kunjan Shukal

Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.