DyCM Harsh Sanghavi: આદિવાસી યુવાનો સાથે વોલીબોલ રમશે DyCM હર્ષ સંઘવી, ખેલાડીઓ રમવા માટે ઉત્સાહિત, જુઓ VIDEO

DyCM Harsh Sanghavi: હર્ષ સંઘવી સાથે વોલીબોલ રમવા આદિવાસી વિસ્તારના ખેલાડીઓ ઉત્સાહિત છે. કોચે મોટા સ્ટેડિયમ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની આશા વ્યક્ત કરી.
Nancy Shukal
Nancy Shukal
DyCM Harsh Sanghavi: DyCM સાથે વોલીબોલ રમવા ખેલાડીઓ ઉત્સાહિતDyCM Harsh Sanghavi: DyCM સાથે વોલીબોલ રમવા ખેલાડીઓ ઉત્સાહિત

DyCM Harsh Sanghavi: DyCM સાથે વોલીબોલ રમવા ખેલાડીઓ ઉત્સાહિત

DyCM Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્રણ દિવસીય આદિવાસી વિસ્તારના પ્રવાસે છે. પ્રવાસના ત્રીજા દિવસે તેઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આદિવાસી યુવાનો સાથે વોલીબોલ રમશે. સાંજે 5:10થી 6:15 વાગ્યા દરમિયાન ગાયત્રી મંદિરની બાજુમાં આવેલા મેદાનમાં આ રમતનું આયોજન કરવામાં આવ્યું છે.

વોલીબોલ રમત બાદ હર્ષ સંઘવી ગ્રામજનો સાથે બેઠક કરશે અને ભજનમાં પણ સહભાગી બનશે. આ કાર્યક્રમ જયેશભાઈ રાઠવાના નિવાસસ્થાને, મોટાવાંટા ગામ, કવાંટ ખાતે યોજાશે. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ અને ચર્ચા કરશે.

હર્ષ સંઘવી સાથે વોલીબોલ રમવા ખેલાડીઓ ઉત્સાહિત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વોલીબોલ રમવાની તક મળતાં આદિવાસી વિસ્તારના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલાડીઓએ હર્ષ સંઘવી સાથે રમવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, શાળા તરફથી વોલીબોલ રમવા માટે સારો સહયોગ મળી રહ્યો છે અને તેઓ છેલ્લા 6થી 7 વર્ષથી આ રમત સાથે જોડાયેલા છે.

DyCM Harsh Sanghavi 1.webp

કોચે મોટા સ્ટેડિયમ બનાવવાની કરી આશા

ખેલાડીઓને કોચ તરફથી પણ પૂરતું માર્ગદર્શન અને સહયોગ મળી રહ્યો છે. કોચે જણાવ્યું હતું કે, હર્ષ સંઘવી સાથે રમવા માટે તમામ ખેલાડીઓ ઉત્સાહિત છે. આ વિસ્તારના ખેલાડીઓને વધુ સારી તક મળે તે માટે અહીં મોટું સ્ટેડિયમ બનાવવામાં આવે તેવી આશા પણ તેમને વ્યક્ત કરી હતી.

View post on Instagram

કોચના જણાવ્યા મુજબ, ખેલાડીઓ ભવિષ્યમાં નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે રમીને વિસ્તારનું નામ રોશન કરે તેવો પ્રયાસ છે. તેમને વધુમાં જણાવ્યું કે સરકાર તરફથી ખેલાડીઓને સારો સહયોગ મળી રહ્યો છે અને રમત માટે જરૂરી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પ્રવાસના બીજા દિવસે વિવિધ સ્થળોની મુલાકાત

ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાફેશ્વર મહાદેવનાં દર્શન કરીને દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે જેટી પ્રોજેક્ટ, રેવા ઇકો ટુરિઝમ સાઈટ અને પ્રવાસન સુવિધાઓની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત તેમને આદિવાસી યુવાનો સાથે યુવા સંવાદ કર્યો હતો અને GMDC ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. શાળામાં બાળકો સાથે ભોજન પણ લીધું હતું. આ પ્રવાસ દરમિયાન પ્રવાસન વિકાસની સાથે આદિવાસી વિસ્તારોના સ્થાનિક લોકોના પ્રશ્નો અને સુવિધાઓ અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Ind Vs NZ: આકાશ દીપે કરિયરમાં બીજીવાર લીધી 5 વિકેટ, ઝહીર-ઈશાંત શર્માની ખાસ ક્લબમાં મેળવી જગ્યા