Get News Alerts

Never miss breaking news updates.

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપની જીત

Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે રાજકીય વિવાદ અને હોબાળો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમના ત્રણ સભ્યોને તાલુકા પંચાયત કેમ્પસમાંથી “ઉઠાવી જવામાં” આવ્યા હતા, જેના વિરોધમાં AAPએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ ઘટના બાદ પરિવારજનો અને કાર્યકરોએ પોલીસ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
Admin
AdminUpdated on: 24 May 2026 03:58 PM IST
છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપની જીતછોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપની જીત

Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારે રાજકીય વિવાદ અને હોબાળો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમના ત્રણ સભ્યોને તાલુકા પંચાયત કેમ્પસમાંથી “ઉઠાવી જવામાં” આવ્યા હતા, જેના વિરોધમાં AAPએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ ઘટના બાદ પરિવારજનો અને કાર્યકરોએ પોલીસ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

છોટાઉદેપુર પોલીટેકનિક કોલેજના ગેટ પાસે AAP કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને લોકશાહી ઢબે ચૂંટણી ન યોજાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે જાહેર રોષ જોવા મળતા સુરક્ષાના કારણોસર તેમને મુખ્ય ગેટ પરથી પરત ફેરવી અન્ય રસ્તે પોલીસ બંદોબસ્ત વચ્ચે બહાર લઈ જવાયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. AAP અને સ્થાનિક લોકોનું કહેવું છે કે, પોલીસની હાજરીમાં જ ચૂંટાયેલા સભ્યોને લઈ જવાની ઘટના ગંભીર છે. ચૂંટણીના પરિણામ મુજબ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.