
શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર કોર્ટસમાં ટીયર ગેસ છોડવામાં આવતા તેની સીધી અસર રિવરફ્રન્ટ રોડ સુધી જોવા મળી હતી. અચાનક હવામાં ટીયર ગેસ ફેલાઈ જવાને કારણે રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દેશભરમાં આજે યોજાયેલી RE-NEET (UG) પરીક્ષા દરમિયાન અમદાવાદના એક પરીક્ષા કેન્દ્ર પર ધાર્મિક પ્રતિકોને લઈને વિવાદ સર્જાયો છે. એલ.જે. ટ્રીબ્રવાલ સ્કૂલ ખાતે એક વિદ્યાર્થીના ગળામાંથી ધાર્મિક કંઠી ઉતરાવાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવતા ભેદભાવના આક્ષેપો સાથે પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો મચ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે યોજાયેલી પરીક્ષામાં આ ઘટનાએ નવી ચર્ચા જગાવી છે.

મેટ્રોમોનિયલ સાઈટના માધ્યમથી જીવનસાથીની શોધ કરતા નાગરીકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપી કરીન તે આદિત્ય પટેલ બનીને વિધવા અથવા છૂટાછેડા થયેલા મહિલાને પ્રેમજાળમાં ફસાવતો હતો. આ વાતની જાણ જ્યારે ક્રાઈમ બ્રાન્ચે થઈ ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વધુ તપાસ કરી તો કરીમના મોબાઈલમાંથી 8000 થી વધારે આપત્તિજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો મળી આપતા પોલીસ પણ ચોકી ગઈ હતી.

અમદાવાદમાં મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેન્સર જાગૃતિ કાર્યક્રમમાં નિષ્ણાતોએ કેન્સર નિવારણ, વહેલા નિદાન અને દર્દીઓની સંભાળ રાખનારાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં દર્દીઓ, પરિવારજનો અને કેન્સર સર્વાઇવર્સે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

અમદાવાદમાં આગામી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેરમાં તૈયારીઓ તેજ થઈ રહી છે. આ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને સૌંદર્યીકરણ પ્રોજેક્ટની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે, જેનાથી સમગ્ર માર્ગ વધુ આકર્ષક અને સુવિધાસભર બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં હવે હવા પ્રદૂષણને ટ્રેક કરવા માટે ટેક્નોલોજીનો નવો યુગ શરૂ થયો છે. શહેરમાં એવી આધુનિક મોબાઇલ પ્રયોગશાળા વેન લોન્ચ કરવામાં આવી છે, જે ફરતી ફરતી હવામાં રહેલા પ્રદૂષણના સ્ત્રોતોને વાસ્તવિક સમય (real-time)માં ઓળખશે અને તેના પર ચોક્કસ ડેટા આપશે.

દેત્રોજ તાલુકાના કુકવાવ ગામની સીમમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામની સીમમાં રહેતી **નશીમાબાનુ હામીદઅલી સાબુદીન શેખ (ઉંમર 27 વર્ષ)**એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક ચકચારજનક ઘટના સામે આવી છે. માથાભારે અને અનેક ગંભીર ગુનાઓમાં આરોપી રહેલા મહાવીરસિંહ સિંધવનું પોલીસથી બચવાના પ્રયાસ દરમિયાન ચોથા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુલમર્ગ સોસાયટી બહાર જાહેર રોડ પર યુવકની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. હરેશભાઈ પટણી નામના યુવક પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા અને પોલીસે રોડ બંધ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

અમદાવાદમાં નરોડા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા વિસ્તારમાંથી રૂ.14.16 કરોડની કિંમતનું 7 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરી નાઇજિરિયન નાગરિક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ડ્રગ્સના નેટવર્ક અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલા 'મિશન ફીટ ખાખી' અભિયાનનું ૧૨ અઠવાડિયાં બાદ સફળ સમાપન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ ચાલેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ભાગ લઈ પોતાની ફિટનેસ અને કાર્યક્ષમતા વધારવા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. હવે આ અભિયાનના સમાપન પ્રસંગે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આનંદનગર પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને પોલીસ કમિશનર દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે. સમયસૂચકતા, સતર્કતા અને માનવતાભર્યા અભિગમના કારણે એક વૃદ્ધનો જીવ બચાવવામાં સફળતા મળતા આ સન્માન આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં નવા મેયર તરીકે હિતેશ બારોટની વરણી થતા જ તેમના સાદગીભર્યા નિર્ણયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે સરકારી બંગલો અને સરકારી વાહનનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી છે, જેના કારણે તેમના આ નિર્ણયને લઈને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ છે.

આજે ફરી વખત પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થયો છે. જેના કારણે તેની સીધી અસર સામાન્ય વ્યક્તિ ઉપર પડશે. આજે પેટ્રોલ 2.61 રૂપિયા અને ડિઝલમાં 2.71 રૂપિયાનો વધારો થયો છે. આ મહિનામાં 4 વખત પેટ્રોલ અને ડિઝલનો વધારો થયો છે. જેથી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101.81 પ્રતિ લિટર અને ડિઝલમાં 97.93 પૈસા પ્રતિ લિટર પહોંચી ગયો છે.

અમદાવાદના Sabarmati Riverfront ખાતે યોજાયેલા ‘Sundays On Cycle’ના 75મા સંસ્કરણમાં ફિટનેસ અને પોઝિટિવ એનર્જીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના ગૃહમંત્રી Harsh Sanghaviની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર સાયકલિંગમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, ફિટ ઇન્ડિયા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સાયબર ક્રાઇમ સામે ચાલી રહેલા ઓપરેશન ‘મ્યૂલ હન્ટ’ હેઠળ રાજ્યમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં વધુ 13 આરોપીઓની ધરપકડ થતા સાયબર ગેંગના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં પણ ચકચાર મચી ગઈ છે.