અમદાવાદમાં શરૂ થઈ ચાલતી-ફરતી પ્રયોગશાળા: હવે મોબાઇલ વેનથી થશે હવામાં પ્રદૂષણના સ્ત્રોતોની સચોટ ઓળખ



અમદાવાદમાં શરૂ થઈ ચાલતી-ફરતી પ્રયોગશાળા: હવે મોબાઇલ વેનથી થશે હવામાં પ્રદૂષણના સ્ત્રોતોની સચોટ ઓળખ



અમદાવાદ અમદાવાદમાં હવા પ્રદૂષણના સ્ત્રોતોને વધુ ચોકસાઈથી ઓળખવા માટે એક નવી અને આધુનિક પહેલ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ IIT કાનપુર સાથે મળીને “ATMAN – Advanced Technologies for Monitoring Air Quality Indicators” નામની મોબાઇલ પ્રયોગશાળા વેન લોન્ચ કરી છે.
આ ચાલતી-ફરતી લેબ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વાસ્તવિક સમય (real-time)માં હવામાં રહેલા પ્રદૂષકોનું માપન કરશે અને તેના સ્ત્રોતોની ચોક્કસ ઓળખ કરશે. ખાસ કરીને ધૂળ, વાહનોનો ધુમાડો અને ઉદ્યોગોમાંથી થતું ઉત્સર્જન કેટલું જવાબદાર છે તેની પણ વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે.
આ વેનમાં અદ્યતન સેન્સર અને મોનિટરિંગ ઉપકરણો લગાવવામાં આવ્યા છે, જે હવામાં રહેલા વિવિધ પ્રદૂષકોનું ડેટા એકત્ર કરી તેના પેટર્નનું મૂલ્યાંકન કરશે. આ માહિતીના આધારે શહેરમાં કયા વિસ્તારોમાં પ્રદૂષણ વધુ છે તેની પણ ચોક્કસ ઓળખ શક્ય બનશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પહેલ ભારતના શહેરોમાં સ્વચ્છ, સ્માર્ટ અને ટકાઉ પર્યાવરણ બનાવવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વપૂર્ણ ઉપયોગનું ઉદાહરણ છે.




