Get News Alerts

Never miss breaking news updates.

ઓપરેશન ‘મ્યૂલ હન્ટ’માં સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી, વધુ 13 આરોપીઓ ઝડપાયા

સાયબર ક્રાઇમ સામે ચાલી રહેલા ઓપરેશન ‘મ્યૂલ હન્ટ’ હેઠળ રાજ્યમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં વધુ 13 આરોપીઓની ધરપકડ થતા સાયબર ગેંગના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં પણ ચકચાર મચી ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 May 2026 04:24 PM IST
ઓપરેશન ‘મ્યૂલ હન્ટ’માં સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી, વધુ 13 આરોપીઓ ઝડપાયાઓપરેશન ‘મ્યૂલ હન્ટ’માં સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી, વધુ 13 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ: રાજ્યમાં સાયબર ક્રાઇમ સામે ચાલી રહેલા ઓપરેશન ‘મ્યૂલ હન્ટ’ અંતર્ગત મોટી સફળતા મળી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. ડૉ. રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતાં જણાવ્યું કે વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ કાર્યવાહી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટમાંથી આરોપીઓ ઝડપાયા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મ્યૂલ એકાઉન્ટ ધારકો, હેન્ડલર્સ તેમજ એકાઉન્ટ હેકર્સનો સમાવેશ થાય છે.

તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓએ અત્યાર સુધીમાં 200થી વધુ સાયબર ગુનાઓ આચર્યા છે. સાથે જ આશરે 600 કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડનું નેટવર્ક પણ બહાર આવ્યું છે, જેને લઈને પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે.

સાયબર ક્રાઇમના આ મોટા નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઓપરેશન ‘મ્યૂલ હન્ટ’ અંતર્ગત વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.