Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ પોલીસના 'મિશન ફીટ ખાખી' અભિયાનનું સફળ સમાપન

અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલા 'મિશન ફીટ ખાખી' અભિયાનનું ૧૨ અઠવાડિયાં બાદ સફળ સમાપન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ ચાલેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ ભાગ લઈ પોતાની ફિટનેસ અને કાર્યક્ષમતા વધારવા તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. હવે આ અભિયાનના સમાપન પ્રસંગે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 11:22 AM IST
અમદાવાદ પોલીસના 'મિશન ફીટ ખાખી' અભિયાનનું સફળ સમાપનઅમદાવાદ પોલીસના 'મિશન ફીટ ખાખી' અભિયાનનું સફળ સમાપન

અમદાવાદ : અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલ 'મિશન ફીટ ખાખી' અભિયાનનું ૧૨ અઠવાડિયાં બાદ સફળ સમાપન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે વિશેષ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અભિયાન દરમિયાન નિયમિત વ્યાયામ, ફિટનેસ ટ્રેનિંગ, સ્વાસ્થ્ય જાગૃતિ અને માનસિક સુદૃઢતા અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

સમાપન સમારોહમાં અભિયાનના ઉદ્દેશ્યો, તેની કામગીરી તેમજ ૧૨ અઠવાડિયા દરમિયાન પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ અભિયાનમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓએ પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા.

આ પ્રસંગે પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ફિટ અને સ્વસ્થ પોલીસ દળ સમાજને વધુ સારી સેવા આપી શકે છે. 'મિશન ફીટ ખાખી' દ્વારા પોલીસ કર્મચારીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો અને તેમને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે.

અમદાવાદ પોલીસનું આ અભિયાન પોલીસ દળને વધુ તંદુરસ્ત, સજ્જ અને કાર્યક્ષમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હોવાનું જણાવાયું હતું.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.