Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના શાહીબાગમાં પોલીસ હેડક્વાર્ટરમાં ટીયર ગેસ છોડાતાં રિવરફ્રન્ટ રોડ પર અફરાતફરી, વાહનચાલકોની આંખોમાં બળતરા

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર કોર્ટસમાં ટીયર ગેસ છોડવામાં આવતા તેની સીધી અસર રિવરફ્રન્ટ રોડ સુધી જોવા મળી હતી. અચાનક હવામાં ટીયર ગેસ ફેલાઈ જવાને કારણે રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 Jul 2026 01:07 PM IST
અમદાવાદના શાહીબાગમાં પોલીસ હેડક્વાર્ટરમાં ટીયર ગેસ છોડાતાં રિવરફ્રન્ટ રોડ પર અફરાતફરી, વાહનચાલકોની આંખોમાં બળતરાઅમદાવાદના શાહીબાગમાં પોલીસ હેડક્વાર્ટરમાં ટીયર ગેસ છોડાતાં રિવરફ્રન્ટ રોડ પર અફરાતફરી, વાહનચાલકોની આંખોમાં બળતરા

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર કોર્ટસમાં ટીયર ગેસ છોડવામાં આવતા તેની સીધી અસર રિવરફ્રન્ટ રોડ સુધી જોવા મળી હતી. અચાનક હવામાં ટીયર ગેસ ફેલાઈ જવાને કારણે રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

ગેસની અસરને કારણે લોકોની આંખોમાં તીવ્ર બળતરા થવા લાગી હતી અને આંખોમાંથી પાણી આવવાની ફરિયાદો સામે આવી હતી. રસ્તા પરથી પસાર થતા ઘણા લોકો વાહન ઊભા રાખીને આંખો ધોઈને રાહત મેળવતા નજરે પડ્યા હતા, જ્યારે કેટલાક વાહનચાલકોએ સુરક્ષાના પગલારૂપે પોતાના વાહનો ધીમા પાડી દીધા હતા.

આ અચાનક બનેલી ઘટનાને કારણે રિવરફ્રન્ટ રોડ પર થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ કાફલાએ તાત્કાલિક સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.