દેત્રોજના કુકવાવ ગામમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પોલીસ તપાસ શરૂ



દેત્રોજના કુકવાવ ગામમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પોલીસ તપાસ શરૂ



દેત્રોજ: અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના કુકવાવ ગામની સીમમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામની સીમમાં રહેતી **નશીમાબાનુ હામીદઅલી સાબુદીન શેખ (ઉંમર 27 વર્ષ)**એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ દેત્રોજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દેત્રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો સહિત અન્ય પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવી શકશે.
આ બનાવને પગલે કુકવાવ ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલ દેત્રોજ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.




