Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદના મેયર હિતેશ બારોટ સરકારી બંગલો અને કારનો ઉપયોગ નહીં કરે

અમદાવાદમાં નવા મેયર તરીકે હિતેશ બારોટની વરણી થતા જ તેમના સાદગીભર્યા નિર્ણયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે સરકારી બંગલો અને સરકારી વાહનનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી છે, જેના કારણે તેમના આ નિર્ણયને લઈને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 03:15 PM IST
અમદાવાદના મેયર હિતેશ બારોટ સરકારી બંગલો અને કારનો ઉપયોગ નહીં કરેઅમદાવાદના મેયર હિતેશ બારોટ સરકારી બંગલો અને કારનો ઉપયોગ નહીં કરે

Ahmedabad Mayor Hitesh Barot અમદાવાદ: અમદાવાદના નવા મેયર હિતેશ બારોટની અનોખી પહેલ: સાદગી અને પારદર્શિતાનું ઉદાહરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે પદભાર સંભાળતા જ તેમણે પ્રજાલક્ષી અને સાદગીભર્યા વહીવટની દિશામાં એક મહત્વપૂર્ણ અને અનુકરણીય પહેલ શરૂ કરી છે.

પદભાર સંભાળ્યા બાદ મેયર હિતેશ બારોટે જાહેરાત કરી છે કે તેઓ સત્તાવાર બંગલામાં નિવાસ નહીં કરે અને સામાન્ય જીવનશૈલી જાળવશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રોજિંદા વ્યક્તિગત ઉપયોગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી વાહન સુવિધાનો ઉપયોગ નહીં કરે.

પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા મેયરે વધુમાં જણાવ્યું છે કે તેઓ પેટ્રોલથી ચાલતી ગાડીઓના બદલે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV કાર) નો જ ઉપયોગ કરશે. માત્ર સત્તાવાર પ્રોટોકોલ અને જરૂરી સરકારી કામગીરી દરમિયાન જ તેઓ સરકારી વાહનનો ઉપયોગ કરશે.

વહીવટમાં પારદર્શિતા અને સાદગી લાવવાના હેતુથી મેયર હિતેશ બારોટે મુલાકાતીઓ અને અધિકારીઓ માટે પણ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ મુલાકાતી અથવા અધિકારી તેમના ઓફિસમાં ફૂલના બુકે અથવા અન્ય ગિફ્ટ લઈને નહીં આવે.

તેમનો ઉદ્દેશ બિનજરૂરી ખર્ચ ટાળીને પ્રજાના કામને પ્રાથમિકતા આપવાનો છે. મેયરની આ સાદગીભરી અને પર્યાવરણમૈત્રી પહેલને લઈને શહેરમાં વ્યાપક ચર્ચા અને પ્રશંસા જોવા મળી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.