Get News Alerts

Never miss breaking news updates.

પેટ્રોલના ભાવમાં ફરી વધારો, અમદાવાદમાં લિટર દીઠ રૂ. 101.81

આજે ફરી વખત પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થયો છે. જેના કારણે તેની સીધી અસર સામાન્ય વ્યક્તિ ઉપર પડશે. આજે પેટ્રોલ 2.61 રૂપિયા અને ડિઝલમાં 2.71 રૂપિયાનો વધારો થયો છે. આ મહિનામાં 4 વખત પેટ્રોલ અને ડિઝલનો વધારો થયો છે. જેથી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101.81 પ્રતિ લિટર અને ડિઝલમાં 97.93 પૈસા પ્રતિ લિટર પહોંચી ગયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 May 2026 10:45 AM IST
પેટ્રોલના ભાવમાં ફરી વધારો, અમદાવાદમાં લિટર દીઠ રૂ. 101.81પેટ્રોલના ભાવમાં ફરી વધારો, અમદાવાદમાં લિટર દીઠ રૂ. 101.81

અમદાવાદ:  આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાતા સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારોના બજેટ પર સીધી અસર પડી છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.61 અને ડીઝલમાં રૂ. 2.71નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ ચોથી વખત ભાવવધારો નોંધાયો છે.

નવી કિંમતો મુજબ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે રૂ. 101.81 પ્રતિ લિટર જ્યારે ડીઝલનો ભાવ રૂ. 97.93 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવોના કારણે વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

છેલ્લા 11 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને અંદાજે રૂ. 7.50નો વધારો નોંધાયો છે. આ પહેલા 23 મેના રોજ પણ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

વારંવારના ભાવવધારાથી ઘરખર્ચ, ટ્રાન્સપોર્ટેશન અને દૈનિક જીવન સાથે જોડાયેલા ખર્ચમાં વધારો થતાં મધ્યવર્ગ માટે આર્થિક સંકટ વધુ ગંભીર બનતું જાય છે. ખાસ કરીને રોજિંદા વાહન વાપરતા લોકો માટે આ વધતા ભાવો મોટું બોજ સાબિત થઈ રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.