
Ahmedabad Fraud Case: અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણના નામે પોલીસ કર્મચારીઓ પાસેથી રૂ. 50 લાખ પડાવનાર પિતા-પુત્ર સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો.

ONGC Oil Theft: ગુજરાત ATS દ્વારા ONGCની ઓઈલ પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઈલની ચોરી કરી વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Ahmedabad Vastrpur Dukan Todfod : અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં જૂની વ્યાજખોરીની ફરિયાદ પાછી ખેંચવાના વિવાદમાં વેપારીના પુત્ર પર હુમલો અને અપહરણ કરવાનો પ્રયાસ થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.

Ahmedabad Police : અમદાવાદના નરોડા વિસ્તારમાં ઘરકંકાસનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જમવા જેવી સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલો વિવાદ ઉગ્ર બનતાં પતિનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે.

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેણાક ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે.

Ahmedabad News: શહેરના ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જીવન રક્ષા ફ્લેટમાંથી વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.

Ahmedabad Jewellery Fraud Case: શહેરના સરદારનગર વિસ્તારમાં સોના-ચાંદીના વ્યવહારના નામે ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાના આક્ષેપમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોમલ જ્વેલર્સના માલિક ઉમેશ ચેલાણી અને તેના પિતા નારાયણદાસ ચેલાણીને...

Ahmedabad Zone 5 Police: અમદાવાદ ઝોન-5 પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. વિવિધ ગુનાઓમાં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ અને બાદમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ...

Ahmedabad Shastra Chhodo Shanti Jodo Campaign: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોમાં શાંતિ અને સુરક્ષાની ભાવના વધારવાના હેતુથી શરૂ કરાયેલા ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનને સેક્ટર-1...

અમદાવાદના સંવેદનશીલ કાલુપુર વિસ્તારમાં આવેલી 94 વર્ષ જૂની પાંચકુવા પોલીસ ચોકીને હવે નવું સ્વરૂપ મળ્યું છે. વર્ષ 1932થી કાર્યરત આ જર્જરિત પોલીસ ચોકીનું સ્થાનિક મહાજન મંડળ અને આગેવાનોના સહયોગથી નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવી ચોકીમાં આશરે 20 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સતત હાજરીથી વિસ્તારમાં સુરક્ષા અને પોલીસ સર્વેલન્સ વધુ મજબૂત બનશે.

Ahmedabad UN Mehta Hospital: અમદાવાદ શહેરની યુ.એન. મેહતા હોસ્પિટલના કેમ્પસમાં સોમવારે સાંજે સુએઝ ટેન્ક સંબંધિત ઘટનામાં ત્રણ વ્યક્તિઓ બેભાન થઈ જતા દોડધામ મચી ગઈ હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ રોકી મેકવાન તરીકે થઈ છે.

Ahmedabad News: આગામી 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરી અટકાવવા માટે એક ખાસ કાર્યવાહી શરૂ કરી હતી. સારંગપુરમાં નવા પુલ નીચે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળી અને કાર્યવાહી કરી, જેમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ કાર્યવાહી કરતાં એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચાર દેશી બનાવટની પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપી સામે ચોરી, લૂંટ, અપહરણ, મારામારી સહિતના 53થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Police: રાજ્ય પોલીસના 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સુરતના એક ઉદ્યોગપતિ સાથે સાયબર ફ્રોડ આચરીને રૂ. 2.30 કરોડથી વધુની રકમ પડાવી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Ahmedabad LCB News: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકના નિર્દેશો તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-4 ટીમે આંતરરાજ્ય મોટરસાયકલ ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરીને 15 ચોરાયેલી મોટરસાયકલો જપ્ત કરી છે. પોલીસ તપાસ મુજબ, આ કાર્યવાહી દરમિયાન કુલ 11 વાહન ચોરીના કેસો ઉકેલાયા છે.

Ahmedabad Police: નવ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળી આવેલી બિનવારસી મહિલાની લાશનો રહસ્યમય કેસ આખરે ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં મહિલાના પતિની ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.