Ahmedabad Fraud Case: પોલીસ કર્મચારીઓ સાથે રૂપિયા 50 લાખની છેતરપિંડી, પિતા-પુત્રની સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ


પોલીસ કર્મચારીઓ સાથે રૂપિયા 50 લાખની છેતરપિંડી
Ahmedabad Fraud Case: પોલીસ કર્મચારીઓ સાથે રૂપિયા 50 લાખની છેતરપિંડી, પિતા-પુત્રની સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ


પોલીસ કર્મચારીઓ સાથે રૂપિયા 50 લાખની છેતરપિંડી
Ahmedabad Fraud Case: સરકારી અધિકારીઓ સાથે ઊંચી ઓળખાણ હોવાનો ખોટો દાવો કરી પોલીસ કર્મચારીઓ પાસેથી રૂપિયા 50 લાખની છેતરપિંડી આચરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ખાનગી વ્યક્તિ એન.ડી. ચૌધરી અને તેના પુત્ર આકાશ ચૌધરી વિરુદ્ધ અમદાવાદ શહેર DCB ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ થયેલી અરજીનો નિકાલ કરાવી આપવાની લાલચ આપીને નાણાં પડાવ્યા હોવાનો આક્ષેપ છે.
અરજીનો નિકાલ કરાવી આપવાની ખાતરી આપી હતી
મળતી માહિતી મુજબ, ફરિયાદી અનાર્મ હેડ કોન્સ્ટેબલ વેલજીભાઈ જીવણભાઈ રબારી હાલ ભુજના જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અગાઉ તેઓ અને તેમના સહકર્મચારીઓ સાબરમતી ખાતે ફરજ પર હતા ત્યારે તેમની વિરુદ્ધ એક નનામી અરજી કરવામાં આવી હતી. આ અરજીની તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગાંધીનગરના માણસા તાલુકાના બદપુરા ગામના રહેવાસી અને હાલ અમદાવાદના થલતેજ ગુરુદ્વારા વિસ્તારમાં રહેતા એન.ડી. ચૌધરી તથા તેના પુત્ર આકાશ ચૌધરીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સારી ઓળખાણ હોવાનું જણાવી અરજીનો નિકાલ કરાવી આપવાની ખાતરી આપી હતી.
રૂપિયા 50 લાખ રોકડા મેળવ્યા હોવાનો આક્ષેપ
આરોપીઓએ 26 ઓક્ટોબરથી 21 નવેમ્બર 2026 દરમિયાન ફરિયાદી અને અન્ય પોલીસ અધિકારીઓ પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂપિયા 50 લાખ રોકડા મેળવ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ વધુ રૂપિયા 10 લાખની માગણી કરવામાં આવી હતી. જો નાણાં નહીં આપવામાં આવે તો ખાતાકીય કાર્યવાહી કરાવી ગુનો દાખલ કરાવવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે, ફરિયાદીએ તપાસ અધિકારી નાયબ પોલીસ અધિક્ષકનો સંપર્ક કરતાં કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારની વાત ખોટી હોવાનું અને તપાસ હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ 24 નવેમ્બર 2026ના રોજ અમદાવાદ DCB ક્રાઈમ બ્રાન્ચમાં પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક સુભાષભાઈ નીનામા દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસે અન્ય ભોગ બનેલા નાગરિકો અને કર્મચારીઓને પણ આગળ આવી સ્થાનિક પોલીસ, પોલીસ કમિશનર અથવા SP કચેરી તેમજ ગાંધીનગર પોલીસ ભવનના જનસંપર્ક કેન્દ્રમાં ફરિયાદ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Panchmahal News: ગોધરામાં MGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ, 70 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ




