Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: 4 દેશી પિસ્તોલ અને 7 કારતૂસ સાથે કુખ્યાત આરોપીની ધરપકડ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ કાર્યવાહી કરતાં એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચાર દેશી બનાવટની પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપી સામે ચોરી, લૂંટ, અપહરણ, મારામારી સહિતના 53થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 Jul 2026 04:52 PM IST
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: 4 દેશી પિસ્તોલ અને 7 કારતૂસ સાથે કુખ્યાત આરોપીની ધરપકડઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: 4 દેશી પિસ્તોલ અને 7 કારતૂસ સાથે કુખ્યાત આરોપીની ધરપકડ

અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો રાખવાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચાર દેશી બનાવટની પિસ્તોલ તેમજ સાત જીવતા કારતૂસ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીની ઓળખ મહંમદકલીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણ તરીકે થઈ છે. તે અમદાવાદના શાહ આલમ–ઈશનપુર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે ચોરી, મારામારી, ધમકી, અપહરણ, લૂંટ, પ્રોહિબિશન તેમજ હથિયાર સંબંધિત સહિત કુલ 53થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

આરોપી સામે અગાઉ પાંચ વખત પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને પાસા હેઠળ અટકાયત કરીને જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો.

હાલમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને હથિયારો ક્યાંથી મેળવ્યા હતા, તેનો ઉપયોગ કયા ગુનામાં થવાનો હતો તેમજ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.