Get News Alerts

Never miss breaking news updates.

સુરતના ઉદ્યોગપતિ સાથે કરોડોની છેતરપિંડી કરનારા પાંચ આરોપીની ધરપકડ

Ahmedabad Police: રાજ્ય પોલીસના 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સુરતના એક ઉદ્યોગપતિ સાથે સાયબર ફ્રોડ આચરીને રૂ. 2.30 કરોડથી વધુની રકમ પડાવી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Admin
AdminUpdated on: 29 Jun 2026 05:37 PM IST
સુરતના ઉદ્યોગપતિ સાથે કરોડોની છેતરપિંડી કરનારા પાંચ આરોપીની ધરપકડસુરતના ઉદ્યોગપતિ સાથે કરોડોની છેતરપિંડી કરનારા પાંચ આરોપીની ધરપકડ

Ahmedabad Police: રાજ્ય પોલીસના 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સુરતના એક ઉદ્યોગપતિ સાથે સાયબર ફ્રોડ આચરીને રૂ. 2.30 કરોડથી વધુની રકમ પડાવી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ તપાસ મુજબ, આ ગેંગમાં ઉપલેટાના એક BAMS તબીબની પણ મહત્વની ભૂમિકા હતી. સમગ્ર નેટવર્કના સંચાલનમાં તેની સંડોવણી સામે આવતાં પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગેંગ ઈન્ટરનેટ બેંકિંગ મારફતે ફ્રોડની રકમ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવતી હતી. અત્યાર સુધીની તપાસમાં આ નેટવર્ક દ્વારા અંદાજે રૂ. 15 કરોડની ગેરકાયદેસર રકમની હેરફેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કનું સંચાલન નેપાળના કાઠમંડુથી થતું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્ક તેમજ અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.