Ahmedabad Vastrpur Dukan Todfod : વસ્ત્રાપુરમાં વેપારીના પુત્ર પર હુમલો અને અપહરણના પ્રયાસનો આક્ષેપ, ઓફિસમાં તોડફોડ કરી રોકડ પડાવી


Ahmedabad Vastrpur Dukan Todfod વસ્ત્રાપુરમાં તોડફોડ કરાઈ
Ahmedabad Vastrpur Dukan Todfod : વસ્ત્રાપુરમાં વેપારીના પુત્ર પર હુમલો અને અપહરણના પ્રયાસનો આક્ષેપ, ઓફિસમાં તોડફોડ કરી રોકડ પડાવી


Ahmedabad Vastrpur Dukan Todfod વસ્ત્રાપુરમાં તોડફોડ કરાઈ
Ahmedabad Vastrpur Dukan Todfod : ફરિયાદી સૌરભ ગુપ્તાના જણાવ્યા અનુસાર, સંજય દેસાઈ સહિતના ચાર શખ્સોએ તેમની સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, ત્યારબાદ તેમની ઓફિસમાં લાકડીઓ વડે તોડફોડ કરી સ્ટાફને ધમકાવી રોકડ રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, સૌરભ ગુપ્તા તેમના ડ્રાઈવર મિહિર કલાલ સાથે ક્રેટા કારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા બ્રીજ પાન પાર્લર નજીક સંજય દેસાઈ અને વિશાલ દેસાઈએ તેમની કાર અટકાવી હતી. અગાઉ નોંધાવેલી વ્યાજખોરીની ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે બંને શખ્સોએ તેમની સાથે બોલાચાલી કરી હોવાનો આક્ષેપ છે.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી શરૂ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ સૌરભ ગુપ્તાને બળજબરીથી કારમાંથી ઉતારી એક્ટિવા પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સૌરભે ચાલુ વાહનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતાં તેમને પકડીને ગાળો આપવામાં આવી હતી અને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમના કપાળ અને આંગળીઓના ભાગે ઈજાઓ થઈ હતી તેમજ મોબાઈલ ફોનને પણ નુકસાન પહોંચ્યું હતું.
ઘટનાસ્થળે આસપાસના લોકો એકત્ર થતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ સંજય દેસાઈએ ફોન કરીને હાથ-પગ તોડી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
રોકડ પણ પડાવી લીધી હોવાનો આક્ષેપ
ફરિયાદીનો વધુમાં આક્ષેપ છે કે આ ઘટના બાદ સંજય દેસાઈ, વિશાલ દેસાઈ, રવિ દેસાઈ અને સાહિલ દેસાઈ લાકડીઓ લઈને તેમની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં ઓફિસની બહાર લગાવેલું LED બોર્ડ, AC, RO પ્લાન્ટ, LCD મોનિટર અને POP સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓફિસના સ્ટાફ હિતેષ માલીને ડરાવી-ધમકાવીને રોકડ રકમ પડાવી લીધી હોવાનો પણ આક્ષેપ છે.
ફરિયાદના એક ભાગમાં ₹1,01,600ની રકમનો ઉલ્લેખ છે, જ્યારે અન્ય વિગતોમાં ₹1.16 લાખ રોકડ અને કમ્પ્યુટર-લેપટોપ સહિતની વસ્તુઓ લૂંટાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રકમ અને નુકસાન અંગે પોલીસ તપાસમાં સ્પષ્ટતા થશે. સમગ્ર મામલે સૌરભ ગુપ્તાએ સંજય દેસાઈ સહિત ચાર શખ્સો સામે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જૂની વ્યાજખોરીની ફરિયાદ પાછી ખેંચવાના વિવાદથી શરૂ થયેલો આ મામલો હવે હુમલો, અપહરણના પ્રયાસ અને ઓફિસમાં તોડફોડના આક્ષેપ સુધી પહોંચ્યો છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.




