અમદાવાદ ઝોન-5 પોલીસની સરાહનીય કામગીરી, ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ₹1.80 કરોડનો મુદ્દામાલ પરત કર્યો

Ahmedabad Zone 5 Police: અમદાવાદ ઝોન-5 પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. વિવિધ ગુનાઓમાં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ અને બાદમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ...
Rupin Bakraniya
Rupin Bakraniya
Ahmedabad Zone 5 PoliceAhmedabad Zone 5 Police

Ahmedabad Zone 5 Police

Ahmedabad Zone 5 Police: અમદાવાદ ઝોન-5 પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. વિવિધ ગુનાઓમાં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ અને બાદમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરત કરવા પાત્ર બનેલો કુલ ₹1.80 કરોડનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીથી ફરિયાદી અને અસરગ્રસ્ત લોકોને રાહત મળી હતી. મુદ્દામાલ પરત મળતા નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો.

‘તેરા તુજકો અર્પણ’ પહેલનો મુખ્ય હેતુ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જપ્ત અથવા કબજે કરાયેલા મુદ્દામાલને તેના હકદાર માલિકો સુધી પરત પહોંચાડવાનો છે. અમદાવાદ ઝોન-5 પોલીસે આ અભિયાન હેઠળ કામગીરી કરીને જનતા અને પોલીસ વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.