Ahmedabad News: સાણંદના રાધે ગોવિંદ ફ્લેટમાં જુગારધામ પર LCBની રેડ, 6 જુગારીઓ ઝડપાયા

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેણાક ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે.
Kunjan ShuklaUpdated on: 31 Oct 2026 04:38 PM IST
Ahmedabad News: સાણંદના રાધે ગોવિંદ ફ્લેટમાં જુગારધામ પર LCBની રેડ, 6 જુગારીઓ ઝડપાયાAhmedabad News: સાણંદના રાધે ગોવિંદ ફ્લેટમાં જુગારધામ પર LCBની રેડ, 6 જુગારીઓ ઝડપાયા

Ahmedabad News

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેણાક ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. રાધે ગોવિંદ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેડ કરી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, સાણંદના રાધે ગોવિંદ ફ્લેટમાં જયદીપસિંહ સગરના ફ્લેટમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી ગ્રામ્ય LCBને મળી હતી.

પોલીસ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી

આ બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર પહોંચીને દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમે ફ્લેટમાં અચાનક રેડ કરતાં જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે સ્થળ પરથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ફ્લેટના માલિક જયદીપસિંહ સગરનો પણ સમાવેશ થાય છે. રહેણાક ફ્લેટમાં જુગારધામ ચલાવવામાં આવતું હોવાની વિગતો સામે આવતા પોલીસ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા તમામ છ શખ્સોને કસ્ટડીમાં લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગેરકાયદે જુગારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો

ગ્રામ્ય LCBની આ કાર્યવાહીને કારણે રહેણાક વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની સતર્કતા ફરી એકવાર સામે આવી છે. ફ્લેટમાં કેટલા સમયથી જુગારધામ ચાલતું હતું, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને જુગારના વ્યવહારોમાં કેટલી રકમ સામેલ હતી તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સાણંદમાં ગ્રામ્ય LCBની આ કાર્યવાહીને પગલે ગેરકાયદે જુગારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Okha Boat Fire: ઓખા નજીક મધદરિયે બોટમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 ખલાસીઓનો બચાવ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.