
Navsari News: નવસારીના વાંસદામાં મંત્રી કુંવરજી બાવળિયાએ 72 કલાકના પ્રવાસ દરમિયાન ગામડાઓની મુલાકાત લઈ પાયાની સુવિધાઓ અને સરકારી યોજનાઓની સ્થિતિ જાણી.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે જય બજરંગ મંડળ દ્વારા વર્ષ 2007થી સતત ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યું છે.

નવસારી શહેરમાં હાલ નવરાત્રીનો રંગ બરાબર જામ્યો છે. માતાજીની આરાધના બાદ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ, આ બધા વચ્ચે નવસારીના બૃહદ અનાવિલ સમાજ દ્વારા આયોજિત ‘શિવાંજલિ ગરબા મહોત્સવ’ અનોખું આકર્ષણ જમાવી રહ્યો છે.

Navsari : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે ત્રણ વર્ષના માસૂમ બાળક આરવ પટેલ પર જીવલેણ હુમલો કરનાર દીપડી આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ છે.

Navsari : નવસારી શહેરમાં લિફ્ટ તૂટી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરમાં રાશી મોલ સામે આવેલી જેટ એક્સિલન્સીમાં જ્વેલ એપાર્ટમેન્ટની લિફ્ટ બીજા માળેથી નીચે પટકાઈ હતી.

PM MITRA Park Surat Textile Export: સુરતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા અને નવસારીના વાંસીબોરસીમાં સાકાર થઈ રહેલા પીએમ મિત્ર પાર્કને વિશ્વકક્ષાની સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્રીય કાપડ...

Navsari: ભક્તિ અને શ્રદ્ધાની અનોખી મિશાલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી સામે આવી છે. માનકુનિયા ગામેથી મા અંબાના દર્શન માટે ભક્તોનો વિશાળ પગપાળા સંઘ અંબાજી ધામ તરફ પ્રસ્થાન કરી ચૂક્યો છે.

PM Modi Namo Kamalam Navsari: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીની મુલાકાત દરમિયાન ભાજપના હાઈટેક કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરશે. આશરે ₹10 કરોડના ખર્ચે કોર્પોરેટ શૈલીમાં તૈયાર કરવામાં આવેલું આ કાર્યાલય...

PM Modi Gujarat Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે રૂ. 35,200 કરોડથી...

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીમાં યોજાનારા કાર્યક્રમો દરમિયાન તેઓ ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે.

8 સપ્ટેમ્બર, 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડોદરા અને નવસારીની મુલાકાતે આવશે. આ પ્રસંગે તેમના હસ્તે ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વખતે ગુજરાતે વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે એક નવો અભિગમ અપનાવ્યો છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનને જન આંદોલનમાં રૂપાંતરિત કરવા માટે તેમના નેતૃત્વમાં થયેલી નોંધપાત્ર સફળતાને ધ્યાનમાં રાખીને, આ વખતે વડાપ્રધાનશ્રીનું ‘સ્વચ્છતા સે સ્વાગત’ કરવામાં આવશે. આ વિશેષ અભિયાનના ભાગરૂપે અત્યારે વડોદરા અને નવસારીમાં સપ્તાહભરથી વિવિધ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Indian Army Gujarat Flood Relief: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આવી વિકટ સ્થિતિમાં ભારતીય સૈન્યએ ફરી એકવાર પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરતાં માનવતાની સેવામાં આગળ આવી રાહત અને બચાવ કામગીરીનો મજબૂત મોરચો સંભાળ્યો છે. ‘હર કામ દેશના નામ’ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતાં ભારતીય સૈન્યએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દિવસ-રાત સતત કામગીરી...

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના પગલે અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતાં આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. સુરત શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જેના કારણે સ્લમ વિસ્તારોથી લઈને પોશ વિસ્તારો સુધી પાણી ફરી વળતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સુરતથી નવસારી જતી ટ્રેનમાં આજે સવારે અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. રુદ્રનામનો યુવક આજે સવારે પોતાની જોબ માટે સુરતથી નવસારી ટ્રેનમાં જઈ રહ્યો હતો. ત્યારે ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો. અચાનક પગ લપસતા તે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકતા તેનું ઘટના સ્થળ પર મોત થયુ હતુ. આ વાતની જાણ રેલ્વે પોલીસને થતા તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચીને તપાસ હાથ ધરવામાં આવી હતી.