નવસારીમાં PM મોદી કરશે ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન, ₹10 કરોડના ખર્ચે તૈયાર થયું હાઈટેક કાર્યાલય



નવસારીમાં PM મોદી કરશે ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન, ₹10 કરોડના ખર્ચે તૈયાર થયું હાઈટેક કાર્યાલય



PM Modi Namo Kamalam Navsari: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીની મુલાકાત દરમિયાન ભાજપના હાઈટેક કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કરશે. આશરે ₹10 કરોડના ખર્ચે કોર્પોરેટ શૈલીમાં તૈયાર કરવામાં આવેલું આ કાર્યાલય આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
40 હજાર સ્ક્વેર ફૂટના પ્લોટમાં તૈયાર થયું ‘નમો કમલમ’
ગ્રીડ હાઈવે નજીક આશરે 40 હજાર સ્ક્વેર ફૂટના વિશાળ પ્લોટમાં ‘નમો કમલમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આપેલી માહિતી મુજબ, પોણા બે વર્ષના ટૂંકા સમયગાળામાં આ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યાલયમાં આધુનિક ટેક્નોલોજી અને કોર્પોરેટ શૈલીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
AI ટેક્નોલોજી સહિત આધુનિક સુવિધાઓ
‘નમો કમલમ’માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી, આધુનિક CCTV નેટવર્ક અને હાઈસ્પીડ ડિજિટલ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિશાળ ઓડિટોરિયમ, ડિજિટલ કોન્ફરન્સ રૂમ અને સ્વતંત્ર કોર્પોરેટ કેબિન્સ પણ બનાવવામાં આવ્યા છે. આ કાર્યાલયને દેશભરના અન્ય જિલ્લા સંગઠનો માટે રોલ મોડલ બનાવવાનો ઉદ્દેશ હોવાનું જણાવાયું છે.
PM મોદીના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
PM મોદીના નવસારી આગમનને લઈને શહેર અને ગ્રીડ હાઈવે વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આપેલી માહિતી મુજબ, એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ, ચેતક કમાન્ડો સહિત 2 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે. સુરક્ષા વ્યવસ્થામાં 18 ડીવાયએસપી તેમજ 150થી વધુ પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પણ તૈનાત રહેશે.
ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ ટીમો તૈનાત
PM મોદીના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે TRB અને ટ્રાફિક પોલીસની વિશેષ ટીમો પણ બંદોબસ્તમાં રહેશે.
PM મોદીના સ્વાગત માટે ખાસ ગુજરાતી મેનુ
PM મોદીના સ્વાગત માટે ખાસ ગુજરાતી અને કાઠિયાવાડી વાનગીઓનું મેનુ પણ તૈયાર કરવામાં આવ્યું છે. નવસારીમાં PM મોદીના આગમનને લઈને ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



