Get News Alerts

Never miss breaking news updates.

Navsari : જ્વેલ એપાર્ટમેન્ટની લિફ્ટ તૂટી પડતાં 8 લોકો ઈજાગ્રસ્ત, બે મહિલાઓને ગંભીર ઈજા

Navsari : નવસારી શહેરમાં લિફ્ટ તૂટી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરમાં રાશી મોલ સામે આવેલી જેટ એક્સિલન્સીમાં જ્વેલ એપાર્ટમેન્ટની લિફ્ટ બીજા માળેથી નીચે પટકાઈ હતી.
Kunjan ShuklaUpdated on: 14 Oct 2026 12:08 PM IST
Navsari : જ્વેલ એપાર્ટમેન્ટની લિફ્ટ તૂટી પડતાં 8 લોકો ઈજાગ્રસ્ત, બે મહિલાઓને ગંભીર ઈજાNavsari : જ્વેલ એપાર્ટમેન્ટની લિફ્ટ તૂટી પડતાં 8 લોકો ઈજાગ્રસ્ત, બે મહિલાઓને ગંભીર ઈજા

Navsari

Navsari : નવસારી શહેરમાં લિફ્ટ તૂટી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરમાં રાશી મોલ સામે આવેલી જેટ એક્સિલન્સીમાં જ્વેલ એપાર્ટમેન્ટની લિફ્ટ બીજા માળેથી નીચે પટકાઈ હતી. આ દુર્ઘટનામાં લિફ્ટમાં સવાર કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રાત્રે 8 વાગ્યાની આસપાસ બની ઘટના

મળતી માહિતી મુજબ, નવસારીના રાશી મોલ સામે આવેલી જેટ એક્સિલન્સીમાં જ્વેલ એપાર્ટમેન્ટની લિફ્ટ રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ બીજા માળેથી અચાનક નીચે તૂટી પડી હતી. ઘટના સમયે લિફ્ટમાં 8 લોકો સવાર હતા. લિફ્ટ નીચે પટકાતાં તેમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી.

બે મહિલાઓને ગંભીર ઈજા

આ દુર્ઘટનામાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ થઈ હતી. એક મહિલાના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજી મહિલાના પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને મહિલાઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બીજી તરફ, લિફ્ટમાં સવાર અન્ય 6 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.

પોલીસ દ્વારા તપાસ શરૂ

લિફ્ટ તૂટી પડવાની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલી ગંભીર ઘટના કેવી રીતે બની અને લિફ્ટમાં કઈ ખામી સર્જાઈ હતી તે અંગે તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. રહેણાક અને કોમર્શિયલ ઈમારતોમાં લિફ્ટની સુરક્ષા અને સમયાંતરે તેની જાળવણીનો મુદ્દો આ ઘટનાને પગલે ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે, લિફ્ટ તૂટી પડવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Surat : કુખ્યાત આરોપી મનિયા ડુક્કર સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, મહિલા પોલીસની ટીમે ગુનાસ્થળે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.