Navsari News: વાંસદાના ખાનપુરમાં 85 ફૂટ ઊંચા રાવણ દહનનું ભવ્ય આયોજન, 20,000 શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા

આ વર્ષે પણ મંડળ દ્વારા આશરે 85 ફૂટ ઊંચા ભવ્ય રાવણના પૂતળાના માળખાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને ઊભું કરવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ આયોજનમાં વાંસ, સેન્ટિંગના તાર, લાકડાં, ઘાસચારો અને કાપડ સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર માળખાનું અંદાજિત વજન 7 ટન જેટલું હોવાનું જણાવાયું છે.

તેને ઊભું કરવા માટે ત્રણ જેસીબી અને એક ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે સાધનો અને ટેક્નોલોજીની મદદથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા 19 વર્ષથી ચાલી આવતી આ પરંપરાને લઈને સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 20,000 લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

જય બજરંગ મંડળ ખાનપુર દ્વારા કરવામાં આવતું આ આયોજન ધાર્મિક આસ્થા, સામૂહિક સહયોગ અને પરંપરાના જતનનું પ્રતીક બન્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સભ્યો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
સંબંધિત સમાચાર

Pavagadh ખાતે રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન, લકુલીશ યોગ યુનિવર્સિટીના ડૉ. દિવ્યાંશ જૈન 'શાશ્વત અતિથિ' તરીકે રહ્યા હાજર

India-New Zealand FTA: ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરાર 20 ઑક્ટોબરથી અમલમાં આવશે, વેપાર અને રોકાણને મળશે મોટો વેગ



