ગુજરાતમાં પૂર સંકટ વચ્ચે ભારતીય સૈન્ય બન્યું આશાનું કિરણ, હજારો જીવ બચાવવા મેદાનમાં ઉતરી ‘હર કામ દેશના નામ’નો સંદેશ આપ્યો

Indian Army Gujarat Flood Relief: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આવી વિકટ સ્થિતિમાં ભારતીય સૈન્યએ ફરી એકવાર પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરતાં માનવતાની સેવામાં આગળ આવી રાહત અને બચાવ કામગીરીનો મજબૂત મોરચો સંભાળ્યો છે. ‘હર કામ દેશના નામ’ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતાં ભારતીય સૈન્યએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દિવસ-રાત સતત કામગીરી...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Indian Army Gujarat Flood Relief: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આવી વિકટ સ્થિતિમાં ભારતીય સૈન્યએ ફરી એકવાર પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરતાં માનવતાની સેવામાં આગળ આવી રાહત અને બચાવ કામગીરીનો મજબૂત મોરચો સંભાળ્યો છે. ‘હર કામ દેશના નામ’ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતાં ભારતીય સૈન્યએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દિવસ-રાત સતત કામગીરી હાથ ધરી છે.

સધર્ન કમાન્ડના માર્ગદર્શન હેઠળ ભારતીય સૈન્યએ નવસારી, વલસાડ, સિલવાસા અને અમદાવાદ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં એન્જિનિયરિંગ, બચાવ અને મેડિકલ ટીમોને તાત્કાલિક તૈનાત કરી છે. સુરત, વડોદરા અને અમદાવાદમાં વધારાની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી જરૂર પડતાં તરત જ મદદ પહોંચાડી શકાય. નવસારી, વલસાડ, સિલવાસા અને અમદાવાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં સૈન્યની ટીમો તૈનાત કરવામાં આવી, જ્યારે સુરત, વડોદરા અને અમદાવાદમાં વધારાની રાહત ટુકડીઓ તાત્કાલિક ધોરણે તૈનાત કરવા માટે તૈયાર રાખવામાં આવી છે, જેથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત કાર્ય હાથ ધરી શકાય. NDRF, SDRF, નાગરિક પ્રશાસન અને અન્ય પ્રતિભાવક એજન્સીઓ સાથે ગાઢ સંકલન સ્થાપિત કરીને રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

ભારતીય સૈન્ય NDRF, SDRF, સ્થાનિક વહીવટી તંત્ર અને અન્ય રાહત એજન્સીઓ સાથે સુમેળમાં રહીને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવી રહ્યું છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં 23 જુલાઈની મોડી રાત્રે શરૂ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં સૈન્યના જવાનોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 43 નાગરિકોને સલામત સ્થળે પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સૈન્યની ટીમો માત્ર લોકોને બચાવી રહી નથી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તબીબી સહાય, આવશ્યક સેવાઓ અને તાત્કાલિક રાહત પણ પહોંચાડી રહી છે. વિકટ પરિસ્થિતિમાં પણ ભારતીય જવાનોની સેવા, સમર્પણ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દેશવાસીઓ માટે ગૌરવની લાગણી ઉભી કરે છે. ભારતીય સૈન્યએ સ્પષ્ટ કર્યું છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય નહીં બને ત્યાં સુધી રાહત અને બચાવ કામગીરી અવિરત ચાલુ રહેશે. દેશની સુરક્ષા સાથે સાથે આપત્તિના સમયમાં નાગરિકોની સુરક્ષા માટે પણ ભારતીય સૈન્ય હંમેશા ખડેપગે રહે છે, જે ફરી એકવાર ગુજરાતની આ આપત્તિમાં સાબિત થયું છે.  ભારતીય સૈન્ય અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય પૂરી પાડવા અને હાલમાં ચાલી રહેલી પૂરની પરિસ્થિતિ દરમિયાન જીવનની સુરક્ષા તેમજ રાહત પ્રયાસોને ટેકો આપવા માટે નાગરિક પ્રશાસન સાથે ગાઢ તાલમેલ સ્થાપીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

‘હર કામ દેશના નામ’ માત્ર એક સૂત્ર નથી, પરંતુ ભારતીય સૈન્યની સેવા, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમનું જીવંત પ્રતિબિંબ છે.