
Keshod Balagam Accident : જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક બાલાગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર પથ્થર સાથે અથડાતાં તેમાં ભીષણ આગ લાગી હતી.

Vadodara Accident : દિવાળીના તહેવાર પહેલાં વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના દંતેશ્વર તળાવ પાસે એક ફોરવ્હીલર કારચાલકે રોડ સાઈડ પર આવેલી લારી-ગલ્લાઓને જોરદાર ટક્કર મારતાં અફરાતફરી મચી હતી.

Jamnagar News : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથક નજીક કાર અકસ્માત બાદ ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Dahod : દાહોદના લીમખેડા બાયપાસ પર વિજય હોટેલ નજીક ક્રોસિંગ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એકસાથે ચાર વાહનો વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kutch Anjar Liquor Car Accident: કચ્છના અંજાર નજીક દારૂ ભરેલી કાર નાળામાં ખાબકતાં કારચાલકનું મોત નીપજ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આંબાપર...

Ahmedabad News : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે બેફામ ઝડપે કાર હંકારી રહેલા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Bharuch : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક ઈકો કાર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ગતરોજ બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Amreli : રાજુલા બસ સ્ટેન્ડ નજીક બનેલી આ ઘટનામાં ઇનોવા કારચાલકે બસ અને મોટરસાયકલ સહિત અનેક વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Surat શહેરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Mumbai : ખાર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાર પોલીસ સ્ટેશન રોડ નજીક પૂરઝડપે દોડતી કારે 19 વર્ષીય યુવતી, એક પોલીસ કોન્સ્ટેબલ સહિત અનેક લોકોને ટક્કર મારી.

Ahmedabad : અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં એક બેકાબૂ કારના ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવતા અનેક ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા.

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વહેલી સવારે ગંભીર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે પહેલા રિક્ષા અને ત્યારબાદ બાઈકને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

રાજકોટ-સોમનાથ હાઈવે પર જેતલસર ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે ક્રોસ કરતી વખતે એક વ્યક્તિને કારચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

સરગાસણ પાસે ત્રણ કાર વચ્ચે અકસ્માત; ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા (SG) હાઇવે પર સરગાસણ નજીક શુક્રવારે ત્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ કાર એકબીજા સાથે અથડાતાં અકસ્માત બાદ એક કારમાં આગ લાગી હતી.

ગાંધીનગરના ચ રોડ પર આજે સવારે કાર, બસ અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદમાં દાંડી બ્રિજ નજીક નિર્માણાધીન બ્રિજ પર બનેલી એક ગંભીર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. નિર્માણાધીન બ્રિજ પરથી કાર નાળામાં ખાબકતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને તંત્રની બેદરકારી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.