કેશોદ બાયપાસ પર ત્રિપલ અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત; કારચાલક ફરાર

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વહેલી સવારે ગંભીર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે પહેલા રિક્ષા અને ત્યારબાદ બાઈકને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
Rahul Desai
Rahul Desai
કેશોદ બાયપાસ પર ત્રિપલ અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત; કારચાલક ફરારકેશોદ બાયપાસ પર ત્રિપલ અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત; કારચાલક ફરાર

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વહેલી સવારે ગંભીર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે પહેલા રિક્ષા અને ત્યારબાદ બાઈકને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

મળતી માહિતી મુજબ, વેરાવળ તરફથી પૂરઝડપે આવી રહેલી કારે માંગરોળ રોડ ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પહેલા રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ કાર બાઈક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી.

અકસ્મા બાદ કારચાલક કાર સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાથી પોલીસ માટે આ ફૂટેજ મહત્વનો પુરાવો બન્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને કારની ઝડપ કેટલી હતી તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

હાલ કેશોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.