Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : બોડકદેવ વિસ્તારમાં બેકાબૂ કારનો અકસ્માત, કાર ચાલકે અનેક લોકોને લીધા અડફેટે

Ahmedabad : અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં એક બેકાબૂ કારના ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવતા અનેક ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા.
Kunjan ShuklaUpdated on: 18 Sep 2026 02:21 PM IST
Ahmedabad : બોડકદેવ વિસ્તારમાં બેકાબૂ કારનો અકસ્માત, કાર ચાલકે અનેક લોકોને લીધા અડફેટેAhmedabad : બોડકદેવ વિસ્તારમાં બેકાબૂ કારનો અકસ્માત, કાર ચાલકે અનેક લોકોને લીધા અડફેટે

Ahmedabad

Ahmedabad : અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આજે અકસ્માતની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં એક બેકાબૂ કારના ચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવતા અનેક ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, બોડકદેવ વિસ્તારમાં મારૂતિ સુઝુકી કંપનીની બ્રેઝા કાર અને વેગેનાર કાર વચ્ચે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત દરમિયાન બ્રેઝા કારના ચાલકે અચાનક કાર પરથી કાબૂ ગુમાવ્યો હોવાની માહિતી સામે આવી છે. બેકાબૂ બનેલી કાર રસ્તા પર આગળ વધતા કેટલાક ટુ-વ્હીલર ચાલકો તેની અડફેટે આવ્યા હતા. અકસ્માતમાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ પહોંચાડી હતી.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, અકસ્માતમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

કારચાલકે કયા કારણોસર વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બોડકદેવ જેવા વ્યસ્ત વિસ્તારમાં અકસ્માત સર્જાતા થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. અકસ્માતની સમગ્ર ઘટના અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.

આ પણ વાંચો : Yudh Abhyas 2026: ભારત-અમેરિકાના જવાનોએ કર્યો સંયુક્ત અભ્યાસ, ઔલીમાં આતંકવાદ વિરોધી ઓપરેશનની કરી ડ્રિલ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.