Get News Alerts

Never miss breaking news updates.

Amreli : રાજુલામાં બેફામ ઈનોવા કારનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે

Amreli : રાજુલા બસ સ્ટેન્ડ નજીક બનેલી આ ઘટનામાં ઇનોવા કારચાલકે બસ અને મોટરસાયકલ સહિત અનેક વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
Kunjan ShuklaUpdated on: 27 Sep 2026 05:21 PM IST
Amreli : રાજુલામાં બેફામ ઈનોવા કારનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટેAmreli : રાજુલામાં બેફામ ઈનોવા કારનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે

Amreli

Amreli : અમરેલી જિલ્લાના રાજુલામાં બેફામ દોડતી ઈનોવા કારે અનેક વાહનોને અડફેટે લેતા ચકચાર મચી છે. રાજુલા બસ સ્ટેન્ડ નજીક બનેલી આ ઘટનામાં ઇનોવા કારચાલકે બસ અને મોટરસાયકલ સહિત અનેક વાહનોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

રસ્તા પર હાજર લોકોમાં નાસભાગ મચી

મળતી માહિતી મુજબ, રાજુલા બસ સ્ટેન્ડ નજીક એક ઈનોવા કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. બેફામ દોડતી કારની અડફેટે બસ, મોટરસાયકલ સહિત અનેક વાહનો આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી રસ્તા પર હાજર લોકોમાં નાસભાગ મચી હતી.

પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના

અકસ્માતમાં મોટરસાયકલચાલક સહિત બે લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ગંભીરતાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોમાં પણ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારની સ્થિતિ સંભાળી અકસ્માત સર્જનાર ઈનોવા કારચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ કારચાલક ફરાર થયો હોવાની માહિતી સામે આવી છે.

સ્થાનિકોમાં ભારે ચકચાર જોવા મળી

પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનો અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ આસપાસના લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. કારચાલકની ઓળખ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં કેટલા વાહનોને નુકસાન થયું અને કેટલા લોકો ઘાયલ થયા તેની સત્તાવાર વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે. રાજુલા બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત વિસ્તારમાં બેફામ ઝડપે વાહન દોડાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ચકચાર જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચના મુદ્દે કોંગ્રેસને ઘેરી, કહ્યું 'ચૂંટણીમાં જનાદેશને સ્વીકારવો લોકશાહીનો મહત્વનો ભાગ'

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.