Keshod Balagam Accident : જૂનાગઢના કેશોદ-બાલાગામ પાસે ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા


Keshod Balagam Accident કેશોદ-બાલાગામ પાસે ભયાનક અકસ્માતમાં 3ના મોત થયા
Keshod Balagam Accident : જૂનાગઢના કેશોદ-બાલાગામ પાસે ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા


Keshod Balagam Accident કેશોદ-બાલાગામ પાસે ભયાનક અકસ્માતમાં 3ના મોત થયા
Keshod Balagam Accident : આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોમાંથી ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, કેશોદના બાલાગામ નજીક એક કાર અકસ્માતનો ભોગ બની હતી. કાર પથ્થર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાર જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.
કારમાં કુલ ચાર લોકો સવાર હતા
અકસ્માત બાદ કારમાં આગ લાગતાં ત્રણ લોકો આગની લપેટમાં આવી ગયા હતા અને તેમના કરુણ મોત નીપજ્યાં હતાં. કારમાં સવાર એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મીઓ દ્વારા કારમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ કારમાં સવાર ત્રણ લોકો આગમાં ભડથું થઈ ગયા હતા.
અકસ્માતની ગંભીરતાને જોતા સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. આગને કાબૂમાં લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો, કારની ઝડપ કેટલી હતી અને વાહનચાલકનું નિયંત્રણ કેમ ગુમાવ્યું તે અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે. કેશોદ-બાલાગામ નજીક સર્જાયેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ અકસ્માત અને વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અંગે ચિંતા ઊભી કરી છે. અકસ્માતની વધુ વિગતો અને મૃતકોની ઓળખ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Bhuj Khavda Accident : કચ્છના ભુજ-ખાવડા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7 ના મોત




