Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરના ચ રોડ પર ત્રિપલ અકસ્માત, એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગરના ચ રોડ પર આજે સવારે કાર, બસ અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jun 2026 01:01 PM IST
ગાંધીનગરના ચ રોડ પર ત્રિપલ અકસ્માત, એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્તગાંધીનગરના ચ રોડ પર ત્રિપલ અકસ્માત, એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગર: ગાંધીનગરના ચ રોડ પર આજે સવારે કાર, બસ અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ચ રોડ પર એક બસ ઉભી હતી. તે દરમિયાન એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કાર એક્ટિવા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા બસ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી.

અકસ્માતના પગલે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર પર અસર જોવા મળી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.