Get News Alerts

Never miss breaking news updates.

Dahod : લીમખેડા બાયપાસ પર વિચિત્ર અકસ્માત, ચાર વાહનો એકબીજા સાથે અથડાયા

Dahod : દાહોદના લીમખેડા બાયપાસ પર વિજય હોટેલ નજીક ક્રોસિંગ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એકસાથે ચાર વાહનો વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 03:10 PM IST
Dahod : લીમખેડા બાયપાસ પર વિચિત્ર અકસ્માત, ચાર વાહનો એકબીજા સાથે અથડાયાDahod : લીમખેડા બાયપાસ પર વિચિત્ર અકસ્માત, ચાર વાહનો એકબીજા સાથે અથડાયા

Dahod

Dahod : દાહોદના લીમખેડા બાયપાસ પર વિજય હોટેલ નજીક ક્રોસિંગ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એકસાથે ચાર વાહનો વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં લક્ઝરી બસ, આઈસર, ટ્રક ટ્રેલર અને ફોર-વ્હીલર સામસામે અથડાયા હતા.

અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં

મળતી માહિતી મુજબ, દાહોદ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે અચાનક કટ મારતા પાછળ અને બાજુમાં આવી રહેલા અન્ય વાહનો સાથે અથડામણ સર્જાઈ હતી. બસના અચાનક વળાંકને કારણે એક પછી એક ચાર વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. લક્ઝરી બસમાં સવાર મુસાફરો સહિત અન્ય વાહનોના ચાલકો પણ સુરક્ષિત રહ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાહનચાલકોની મદદ કરી હતી.

ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર પણ સક્રિય થયું

અકસ્માતમાં ચાર વાહનોને નુકસાન થતાં બાયપાસ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. માર્ગ પર વાહનોની અવરજવર ધીમી પડી જતા ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ રસ્તા પર ઉભેલા વાહનોને એક તરફ ખસેડવામાં મદદ કરી અને ટ્રાફિક હળવો કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર પણ સક્રિય થયું હતું. અકસ્માતના કારણે માર્ગ પર સર્જાયેલી સ્થિતિને નિયંત્રિત કરવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ અકસ્માત કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં સર્જાયો તેની વિગતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે ચાર વાહનો વચ્ચે થયેલી આ ગંભીર અથડામણમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : Jamnagar News : જામનગરમાં સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર ઝડપાઈ, 3 હજાર કિલો ઘઉં સાથે પાંચ શખ્સો ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.