Surat : ‘રામ રાખે તેને કોણ ચાખે’!યુવક પર ચઢી ગઈ કાર અને થયો આબાદ બચાવ



Surat car on Boy
Surat : ‘રામ રાખે તેને કોણ ચાખે’!યુવક પર ચઢી ગઈ કાર અને થયો આબાદ બચાવ



Surat car on Boy
Surat : ગણપતિ મંડપ નજીક સુતેલા એક યુવક પર અચાનક ફોર-વ્હીલ કાર ફરી વળી હતી. કાર યુવક ઉપરથી પસાર થઈ હોવા છતાં યુવકનો સદનસીબે ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ગણેશ મંડપ નજીક એક યુવક જમીન પર સૂતો હતો. તે દરમિયાન અચાનક એક ફોર-વ્હીલ કાર ત્યાં આવી પહોંચી હતી. કાર ચાલકનું ધ્યાન ન રહેતા કાર સીધી સુતેલા યુવક તરફ ગઈ અને યુવક પર ફરી વળી હતી.
યુવકનો થયો બચાવ
કાર યુવક ઉપરથી પસાર થતાં આસપાસ હાજર લોકો પણ ક્ષણભર માટે ચોંકી ઉઠ્યા હતા. ઘટના એટલી અચાનક બની હતી કે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર નીચે યુવક આવી જતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકોએ તાત્કાલિક કારને રિવર્સ લેવાની કામગીરી કરી હતી. ત્યારબાદ યુવકને કાર નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે આ સમગ્ર ઘટના બાદ યુવક સહીસલામત હોવાનું સામે આવ્યું છે. રના પૈડા નીચે આવી જવા છતાં યુવકને ગંભીર ઈજા ન થતાં આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘટનાને જોઈને લોકોમાં ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત સાચી પડ્યાની ચર્ચા થઈ રહી છે.
ઘટના બાદ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
વીડિયોમાં કાર યુવક તરફ આવતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા યુવકને બહાર કાઢવાની કામગીરી જોવા મળતી હોવાના દાવા થઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા. સદનસીબે યુવકને ગંભીર ઈજા ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, કાર ત્યાં સુધી કેવી રીતે પહોંચી અને ડ્રાઈવરનું ધ્યાન કેમ ગયું નહીં તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ નથી.
સુરતમાં બનેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો યુવકના ચમત્કારિક બચાવને લઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઘટના અંગેની વધુ વિગતો સત્તાવાર તપાસ બાદ સામે આવી શકે છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





