SG હાઇવે પર ત્રિપલ અકસ્માત બાદ કારમાં ભીષણ આગ! એક કાર બળીને ખાખ, 4 લોકો ઇજાગ્રસ્ત



SG હાઇવે પર ત્રિપલ અકસ્માત બાદ કારમાં ભીષણ આગ! એક કાર બળીને ખાખ, 4 લોકો ઇજાગ્રસ્ત



ગાંધીનગર ગાંધીનગર-સરખેજ (SG) હાઇવે પર સરગાસણ નજીક ત્રણ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક કારમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ગાંધીનગર-સરખેજ (SG) હાઇવે પર સરગાસણ નજીક શુક્રવારે ત્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ કાર એકબીજા સાથે અથડાતાં અકસ્માત બાદ એક કારમાં આગ લાગી હતી.
આગ ઝડપથી ફેલાતા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં કુલ ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર હાલતમાં એક વ્યક્તિને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિકને ફરી સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરી છે.




