Get News Alerts

Never miss breaking news updates.

Kutchમાં દારૂ ભરેલી કાર નાળામાં ખાબકી, કારચાલકનું મોત; કારમાંથી ₹31 હજારનો દારૂ ઝડપાયો

Kutch Anjar Liquor Car Accident: કચ્છના અંજાર નજીક દારૂ ભરેલી કાર નાળામાં ખાબકતાં કારચાલકનું મોત નીપજ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આંબાપર...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 02:26 PM IST
Kutchમાં દારૂ ભરેલી કાર નાળામાં ખાબકી, કારચાલકનું મોત; કારમાંથી ₹31 હજારનો દારૂ ઝડપાયોKutchમાં દારૂ ભરેલી કાર નાળામાં ખાબકી, કારચાલકનું મોત; કારમાંથી ₹31 હજારનો દારૂ ઝડપાયો

Kutch Anjar Liquor Car Accident

Kutch Anjar Liquor Car Accident: કચ્છના અંજાર નજીક દારૂ ભરેલી કાર નાળામાં ખાબકતાં કારચાલકનું મોત નીપજ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આંબાપર તરફ જતા રસ્તા પર કાર નાળામાં ખાબકી હતી. અકસ્મતની ઘટનામાં કારચાલક ડેવિડ સંધારનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારની તપાસ હાથ ધરવામાં આવી હતી.

કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

પોલીસ તપાસ દરમિયાન કારમાંથી અંદાજે ₹31 હજારની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. વધુ તપાસ કરતાં કારમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત કારમાંથી પોલીસનું બોર્ડ પણ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક સામે અગાઉ પણ ગુના નોંધાયા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ડેવિડ સંધાર સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલા હતા. સમગ્ર મામલે પોલીસે દારૂના જથ્થા, ખોટી નંબર પ્લેટ અને પોલીસના બોર્ડ સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]