Ahmedabad News : ઇસ્કોન બ્રિજ પાસે ફરી જોરદાર અકસ્માત, કારના ચાલકે BMW સહિત 3 કારને અડફેટે લીધી



Ahmedabad Iskcon Bridge Accident
Ahmedabad News : ઇસ્કોન બ્રિજ પાસે ફરી જોરદાર અકસ્માત, કારના ચાલકે BMW સહિત 3 કારને અડફેટે લીધી



Ahmedabad Iskcon Bridge Accident
Ahmedabad News : પકવાન તરફથી પૂરપાટ ઝડપે આવતી કાર સર્વિસ રોડ પર પડેલી ત્રણ ગાડીઓ સાથે અથડાઈ હતી. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર કારમાં કુલ છ લોકો સવાર હતા. અમરાઈવાડીના હિમાંશુ નામનો યુવક કાર ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે તે મિત્રની કાર લઈને બહાર નીકળ્યો હતો. પકવાન તરફથી ઇસ્કોન બ્રિજ તરફ આવતી વખતે કારની ઝડપ વધુ હોવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
કાબૂ ગુમાવ્યા બાદ કાર સર્વિસ રોડ તરફ ધસી ગઈ હતી અને ત્યાં ઉભેલી ઈનોવા, i20 અને BMW કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં બેફામ ઝડપે આવતી કાર અને ત્યારબાદ ત્રણ વાહનો સાથે થતી ટક્કર કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજ હવે પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે. ઘટનાની જાણ થતાં SG-2 ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ, કારની ઝડપ અને ચાલકની ભૂમિકા સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરી છે.
ઘટનામાં કોઈ મોટી જાનહાની નહી
પ્રાથમિક વિગતો અનુસાર હિમાંશુએ અકસ્માત સર્જાયો હોવાનું સ્વીકાર્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, અકસ્માત અંગેની તમામ હકીકતો અને જવાબદારી પોલીસની તપાસ બાદ સ્પષ્ટ થશે. મોડી રાત્રે શહેરના મહત્વના માર્ગ પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના જોખમને ઉજાગર કર્યું છે.
ખાસ કરીને મિત્રની કાર લઈને બહાર નીકળતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન અને વાહનની ઝડપ પર નિયંત્રણ રાખવું કેટલું જરૂરી છે તે આ ઘટનાથી સામે આવ્યું છે. હાલ SG-2 ટ્રાફિક પોલીસ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ કરી રહી છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ કે નહીં તેમજ વાહનોને થયેલા નુકસાન અંગેની વધુ વિગતો પણ પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




