રાજકોટ-સોમનાથ હાઈવે પર જેતલસર નજીક કારની ટક્કરે નેપાળી યુવકનું મોત, પોલીસ તપાસ શરૂ

રાજકોટ-સોમનાથ હાઈવે પર જેતલસર ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે ક્રોસ કરતી વખતે એક વ્યક્તિને કારચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
Growth Now News
Growth Now News
રાજકોટ-સોમનાથ હાઈવે પર જેતલસર નજીક કારની ટક્કરે નેપાળી યુવકનું મોત, પોલીસ તપાસ શરૂરાજકોટ-સોમનાથ હાઈવે પર જેતલસર નજીક કારની ટક્કરે નેપાળી યુવકનું મોત, પોલીસ તપાસ શરૂ

રાજકોટ-સોમનાથ હાઈવે પર જેતલસર ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે ક્રોસ કરતી વખતે એક વ્યક્તિને કારચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, રાજકોટ-સોમનાથ હાઈવે પર જેતલસર ગામ નજીક એક વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારની અડફેટે તે આવી ગયો હતો. કારની ટક્કર એટલી ગંભીર હતી કે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતક યુવક વ્રજ વાટિકા હોટેલમાં કામ કરતો નેપાળી યુવક હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો, કારની ઝડપ કેટલી હતી અને અન્ય પરિસ્થિતિઓ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.