
Amreli News: અમરેલી જિલ્લાના લાઠી સબ-ડિવિઝન હેઠળ આવતા લાઠી, દામનગર અને બાબરા પોલીસ મથકો દ્વારા વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની કાર્યવાહી હેઠળ નાશ કરવામાં આવ્યો છે.

Amreli : મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી રાજ્ય સહિત દેશભરના લાખો રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા સંગઠિત સાયબર કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે.

Amreli SP : અમરેલીમાં પોલીસની ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની સજ્જતા ચકાસવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જાતે જ સરપ્રાઈઝ ટેસ્ટ લીધો હતો.

Amreli Cyber Scam 634 Crore: અમરેલીમાં રૂ.634 કરોડના કથિત સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો હોવાની માહિતી સામે આવી છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી રોકાણની લાલચ આપીને કરોડોની ઠગાઈ કરવામાં...

Bhavnagar Laththakand Police Action: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના...

ગુજરાતના અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે બેંકિંગ સિસ્ટમ સાથે સંકલન કરીને સિડનીમાં રહેતા એક ભારતીય નાગરિક સાથે થયેલી સાયબર છેતરપિંડીનો કેસ થોડા જ અઠવાડિયામાં ઉકેલી ₹11 લાખની રકમ પરત અપાવી છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા સોરભ જોલીને તેમની સંપૂર્ણ રકમ પરત મળી ગઈ છે.

અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સોશિયલ મીડિયામાં બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે બ્રહ્મ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત અરજી આપી હતી. બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં સમાજની લાગણી દુભાય તેવા અભદ્ર અને અપમાનજનક મેસેજ વાયરલ કરવામાં આવ્યા...

Amreli News: સાવરકુંડલાની એક વૃદ્ધ મહિલાને ભુજના એક યુવકે પોતાની જાળમાં ફસાવી તેમના અંગત ફોટા, વીડિયો અને સ્ક્રીનશોટ પાડી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ છ મહિનામાં રૂપિયા 3.60 લાખ પડાવી લીધા હતા. જો કે, આખરે મહિલાએ હિંમત બતાવી પોલીસનો સંપર્ક કરતા ભુજ-કચ્છ સુધી પહોંચેલી તપાસમાં આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

Amreli News: બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક નાનુભાઈ ગમારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જન્મ તારીખનો દાખલો કાઢી આપવા માટે તેઓએ રૂપિયા 5,000ની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

Amreli News: અમરેલીના સાવરકુંડલામાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક યુવાન સરોવરમાં ન્હાવા પડ્યો હતો. ત્યારે અચાનક ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે. જેને પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અમરેલીઃ જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભડા તાલુકાના તલડા ગામમાં આવેલી એક વાડીમાંથી લાશ મળી આવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીઃ રાજુલાના ખાખબાઈ ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બે બાળકો નદીમાં ડૂબતા તેમના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હૈયાફાટ રૂદન કરતાં કરૂણાંતિકા સર્જાઈ હતી.

અમરેલીઃ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ માર્ગે માછીમારીની બોટમાં લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

અમરેલીઃ જિલ્લામાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. બાબરાના કરિયાણા ગામ નજીક હત્યાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

Amreli Accident: અમરેલી જિલ્લાના ધારીમાં આવેલા તુલસીશ્યામ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 8 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.