રાજુલાના ખાખબાઈ ગામમાં દુર્ઘટના, ધાતરવડી નદીમાં ડૂબતા 2 બાળકોના મોત



રાજુલાના ખાખબાઈ ગામમાં દુર્ઘટના, ધાતરવડી નદીમાં ડૂબતા 2 બાળકોના મોત



અમરેલીઃ રાજુલાના ખાખબાઈ ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બે બાળકો નદીમાં ડૂબતા તેમના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હૈયાફાટ રૂદન કરતાં કરૂણાંતિકા સર્જાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજુલાના ખાખબાઈ ગામની ધાતરવડી નદીમાં બે બાળકો ન્હાવા પડ્યા હતા. ત્યારે બંને બાળકો ડૂબી ગયા હતા અને મોત નીપજ્યા હતા. કાળઝાળ ઉનાળામાં ન્હાવા ગયેલા સગીર ઉંમરના 2 બાળકોનું ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે ભારે જહેમત બાદ તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગાંડુ લાલાભાઈ પરમાર અને દક્ષ રાજેશભાઈ ડોડિયા નામના 15 વર્ષીય બાળકોના મોત નીપજ્યા છે. હાલ બંને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.




