સાવરકુંડલાના સરોવરમાં 18 વર્ષીય યુવાનનું ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ



સાવરકુંડલાના સરોવરમાં 18 વર્ષીય યુવાનનું ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ



Amreli News: અમરેલીના સાવરકુંડલામાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં એક યુવાન સરોવરમાં ન્હાવા પડ્યો હતો. ત્યારે અચાનક ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે. જેને પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે, સાવરકુંડલાના બાયપાસ રોડ પર આવેલા અમૃત સરોવર 18 વર્ષીય યુવાન ન્હાવા પડ્યો હતો. ત્યારે અચાનક તે ડૂબવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ સાથે જ સ્થાનિક તરવૈયાની મદદથી ટાઉન પોલીસે યુવાનને સરોવરમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે, 18 વર્ષીય અશ્વિન કનુભાઈ કારડીયા હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હાજર ફરજ પરના ડોક્ટરે યુવાન અશ્વિન કનુભાઈ કારડીયાને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. યુવાન દીકરાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.




