Get News Alerts

Never miss breaking news updates.

Amreli : SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા

Amreli : મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી રાજ્ય સહિત દેશભરના લાખો રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા સંગઠિત સાયબર કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 05:11 PM IST
Amreli : SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યાAmreli : SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા

Amreli

Amreli : મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી રાજ્ય સહિત દેશભરના લાખો રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા સંગઠિત સાયબર કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આ કેસના મુખ્ય માસ્ટરમાઈન્ડ ધવલ પટેલને છેક ઓડિશા રાજ્યમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

મુખ્ય પ્રમોટર નરેન્દ્રસિંહ સોલંકીની શોધખોળ ચાલુ

તેની સાથે ઝૂમ મીટિંગો અને માર્કેટિંગ સંભાળતા ભાવેશ ધનેચા તેમજ સાથીદાર હિરેન શાહ સહિત અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય પ્રમોટર નરેન્દ્રસિંહ સોલંકીની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપી ધવલ પટેલ પૂર્વે ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને ત્યાંથી ફિન્ટેક એપ્લિકેશનના મોડેલની નકલ કરીને કોઈપણ કાયદેસર બેન્કિંગ કે નાણાકીય મંજૂરી વિના 'SD Pay' અને 'અપના પે' જેવી એપ્સ તૈયાર કરાવી હતી. આ એપ્લિકેશનમાં ચેઈન સિસ્ટમ થકી ઊંચા દૈનિક વળતરની ગુલાબી લાલચો આપી લોકોને ફસાવવામાં આવ્યા હતા.

વિવિધ બેન્ક ખાતાઓ ફ્રીઝ કરાવવાની સાથે મિલકતોની તપાસ શરૂ કરી

ગુનો નોંધાયા બાદ આરોપીઓ સોશિયલ મીડિયા પર ભ્રામક ઓડિયો વાયરલ કરી રોકાણકારોને ગેરમાર્ગે દોરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ કબ્જે કરી શેલ કંપનીઓ અને વિવિધ બેન્ક ખાતાઓ ફ્રીઝ કરાવવાની સાથે મિલકતોની તપાસ શરૂ કરી છે. ભોગ બનનારા લોકો ઘરે બેઠા વિગતો નોંધાવી શકે તે માટે અમરેલી પોલીસે સત્તાવાર પેજ પર ત્રિભાષી ઓનલાઈન ફોર્મ પણ જાહેર કર્યું છે.

આ પણ વાંચો : Chandan Rathod Passed Away : ભાભર નજીક માર્ગ અકસ્માતમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર 'ગુજ્જુ લવ ગુરુ'નું મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.