Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીઃ ખાંભડાના તલડા ગામે કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી, પોલીસ તપાસ ચાલુ

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભડા તાલુકાના તલડા ગામમાં આવેલી એક વાડીમાંથી લાશ મળી આવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Admin
AdminUpdated on: 20 May 2026 06:11 PM IST
અમરેલીઃ ખાંભડાના તલડા ગામે કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી, પોલીસ તપાસ ચાલુઅમરેલીઃ ખાંભડાના તલડા ગામે કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી, પોલીસ તપાસ ચાલુ

Amreli News: અમરેલી જિલ્લાના ખાંભડા તાલુકાના તલડા ગામમાં આવેલી એક વાડીમાંથી લાશ મળી આવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, ખાંભા તાલુકાના તલડા ગામમાં હનુમાનપુર રોડ પર એક વાડી આવેલી છે. ત્યાં કૂવામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ત્યારે ફાયરવિભાગે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને કૂવામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ કરતા મૃતક દહીંડા ગામમાં રહેતો હોવાનું સામે આવ્યું છે અને તેનું નામ શિવુભાઈ કાળુભાઈ વાળા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ હત્યા છે કે આત્મહત્યા છે તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.