Get News Alerts

Never miss breaking news updates.

વૃદ્ધ મહિલાના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાં, આરોપીની ભૂજમાંથી ધરપકડ

Amreli News: સાવરકુંડલાની એક વૃદ્ધ મહિલાને ભુજના એક યુવકે પોતાની જાળમાં ફસાવી તેમના અંગત ફોટા, વીડિયો અને સ્ક્રીનશોટ પાડી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ છ મહિનામાં રૂપિયા 3.60 લાખ પડાવી લીધા હતા. જો કે, આખરે મહિલાએ હિંમત બતાવી પોલીસનો સંપર્ક કરતા ભુજ-કચ્છ સુધી પહોંચેલી તપાસમાં આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
Admin
AdminUpdated on: 19 Jun 2026 07:24 PM IST
વૃદ્ધ મહિલાના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાં, આરોપીની ભૂજમાંથી ધરપકડવૃદ્ધ મહિલાના ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાં, આરોપીની ભૂજમાંથી ધરપકડ

Amreli News: સાવરકુંડલાની એક વૃદ્ધ મહિલાને ભુજના એક યુવકે પોતાની જાળમાં ફસાવી તેમના અંગત ફોટા, વીડિયો અને સ્ક્રીનશોટ પાડી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ છ મહિનામાં રૂપિયા 3.60 લાખ પડાવી લીધા હતા. જો કે, આખરે મહિલાએ હિંમત બતાવી પોલીસનો સંપર્ક કરતા ભુજ-કચ્છ સુધી પહોંચેલી તપાસમાં આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.

ફરિયાદ મુજબ, સાવરકુંડલા શહેરમાં રહેતી એક વૃદ્ધ મહિલા વર્ષ 2025ના અંત ભાગમાં સોશિયલ મીડિયા અને મોબાઈલ મારફતે એક અજાણ્યા યુવાનના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલો સંપર્ક ધીમે ધીમે વધુ ગાઢ બન્યો હતો અને આરોપીએ મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. વિશ્વાસમાં લીધા બાદ આરોપીએ વીડિયો કોલ દરમિયાન મહિલાના અંગત ફોટા અને સ્ક્રીનશોટ મેળવી લીધા હતા. ત્યારબાદ આ ફોટા અને સ્ક્રીનશોટનો ઉપયોગ કરી મહિલાને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

આરોપીએ ફોટા વાયરલ કરવાની, બદનામ કરવાની તેમજ ગંભીર પરિણામોની ધમકી આપી મહિલાને સતત માનસિક દબાણ હેઠળ રાખી હતી. ધમકી અને બદનામીના ડરથી મહિલાએ અનેક વખત ઓનલાઈન નાણાં ચૂકવ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન આરોપીએ ગુગલ પે મારફતે કુલ રૂપિયા 3 લાખ 60 હજાર પડાવી લીધા હતા. બાદમાં મહિલાએ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરતા ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં 17 જૂન, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 316 અને 351 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન ભુજ-કચ્છના રહેવાસી મહમદ શબીર નૂર મહમદ સમાની સંડોવણી સામે આવતા પોલીસે ભુજ-કચ્છ ખાતે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલાની વધુ તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

આ બનાવને પગલે પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે અંગત માહિતી કે ફોટા શેર કરવાનું ટાળવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ધાક-ધમકી, લાલચ કે બ્લેકમેઇલિંગ દ્વારા નાણાં પડાવવાનો પ્રયાસ કરે તો ગભરાવાના બદલે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930, નજીકના પોલીસ સ્ટેશન અથવા ઇમરજન્સી સેવા 112નો સંપર્ક કરી કાયદાકીય મદદ લેવી જોઈએ.

આ સમગ્ર ઘટનામાં પોલીસ તંત્ર દ્રારા એક અપીલ પણ કરવામાં આવી હતી. કોઈ અજાણી વ્યક્તિ ફોન દ્વારા ધાક-ધમકી, લાલચ કે બ્લેકમેઇલિંગ દ્વારા નાણાં પડાવવાનો પ્રયાસ કરે તો ગભરાવાના બદલે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930, નજીકના પોલીસ સ્ટેશન અથવા ઇમરજન્સી સેવા 112નો સંપર્ક કરી કાયદાકીય મદદ લેવી જોઈએ.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.