Get News Alerts

Never miss breaking news updates.

જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં SMCના દરોડા, 22 લાખનો દારુ ઝડપ્યો; 4ની ધરપકડ

અમરેલીઃ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ માર્ગે માછીમારીની બોટમાં લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 10 May 2026 08:21 PM IST
જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં SMCના દરોડા, 22 લાખનો દારુ ઝડપ્યો; 4ની ધરપકડજાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં SMCના દરોડા, 22 લાખનો દારુ ઝડપ્યો; 4ની ધરપકડ

અમરેલીઃ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ માર્ગે માછીમારીની બોટમાં લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, દમણ તરફથી દરિયાઈ માર્ગે જાફરાબાદ પહોંચાડવામાં આવેલો આ વિદેશી દારૂનો જથ્થો માછીમારી માટે ઉપયોગમાં લેવાતી ફિશિંગ બોટમાં છુપાવવામાં આવ્યો હતો. SMCની ટીમે દરોડો પાડી બોટમાંથી કુલ 6859 વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી છે. જેની કિંમત અંદાજે રૂ. 22.75 લાખ થાય છે.

આ કાર્યવાહી દરમિયાન કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

SMC દ્વારા અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં વિદેશી દારૂ સામેની આ પાંચમી મોટી કાર્યવાહી હોવાનું જાણવા મળે છે. દરોડા દરમિયાન વાહનો સહિત કુલ રૂ. 33.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટનાઓ બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, SMC દ્વારા સતત એકબાદ એક કાર્યવાહી કરીને મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.