બાબરા નગરપાલિકાનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો
Amreli News: બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક નાનુભાઈ ગમારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જન્મ તારીખનો દાખલો કાઢી આપવા માટે તેઓએ રૂપિયા 5,000ની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

AdminUpdated on: 08 Jun 2026 06:39 PM IST

બાબરા નગરપાલિકાનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયો
Amreli News: બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક નાનુભાઈ ગમારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જન્મ તારીખનો દાખલો કાઢી આપવા માટે તેઓએ રૂપિયા 5,000ની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

Admin
Updated on: 08 Jun 2026 06:39 PM IST

Amreli News: બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક નાનુભાઈ ગમારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જન્મ તારીખનો દાખલો કાઢી આપવા માટે તેઓએ રૂપિયા 5,000ની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ફરીયાદીએ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોને (ACB) આ મામલે જાણ કરી હતી. ત્યારબાદ ACBએ યોજના બનાવી તેમને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન બાબરા બાયપાસ નજીક આવેલી ઠાકર ધણી હોટલ પાસે જુનિયર ક્લાર્ક નાનુભાઈ ગમારા લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે. ACBએ આરોપીની ધરપકડ બાદ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
AUTHOR